Latest

છેલ્લા 20 વર્ષથી રાજકોટથી પગપાળા ચાલતો ટ્રેડિશનલ ડ્રેસવાળો સંઘ અંબાજી પહોંચ્યો

અંબાજી, સંજીવ રાજપૂત: માં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભક્તોના અવિરત પ્રવાહ સાથેનો મેળો માં અંબાના દર્શને રંગાયો છે ત્યારે વિવિધ અલગ સંદેશ, પહેરવેશ સાથેના શોળે શણગાર સજેલા સંઘો અંબાજી પહોંચી રહ્યા છે.

તેવો જ છેલ્લા 20 વર્ષથી નિરંતર રાજકોટ થી પગપાળા અંબાજી આવતો રજવાડી સંઘ 425 કિલોમીટરનું અંતર કાપી 12માં દિવસે માં અંબાના ધામ પહોંચ્યો હતો. આ સંઘમાં 100 જેટલા મહિલાઓ અને પુરૂષો જોડાયેલા છે.

સંઘની ખાસિયત છે કે આ સંઘમાં જોડાયેલ મહિલાઓ અને પુરૂષો દવારા રસ્તામાં તલવારબાજી અને લાકડીઓના વિવિધ કરતબો બતાવવામાં આવે છે જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.

જેઓ દ્વારા મંદિરના ચાચર ચોકમાં પણ આ કરતબ રજૂ કરવામાં આવ્યું હતું અને માં અંબાના ગરબાની રમઝટ બોલાવી હતી અને ત્યાર બાદ મા અંબાને ધજા ચઢાવી હતી. આ સંઘની ખાસિયત છે કે આખો સંઘ વિવિધ રજવાડી ડ્રેસમાં સજ્જ બની અંબાજી આવતો હોય છે અને માંના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *