શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. તાજેતરમાં ભાદરવી મહાકુંભ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયો છે,ત્યારે અંબાજી ખાતે સફાઈ અભિયાન પણ શરૂ થયું છે.
આજરોજ સરકારશ્રી ની સ્વચ્છ ભારત કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા દરમિયાન તા – 1.10.23 થી 1 કલાક સફાઈ માટે યોગદાનની જાહેરાત અને નિગમ દ્વારા જાહેર કરેલ સફાઈ કાર્યક્રમના ભાગરૂપે થઈ હતી.
આજરોજ અંબાજી ડેપો ખાતે અંબાજી શહેર ભાજપ સત્તા મંડળ નાં તમામ હોદ્દેદારો તેમજ ભાજપ મહિલા મોરચો અને અંબાજી ડેપો ખાતે હાજર રહી ડેપો મેનેજર અંબાજી રઘુવીરસિંહ ચૌહાણ તેમજ તમામ કર્મચારીઓ ની હાજરી માં ભાદરવી પૂનમ દરમિયાન થયેલ ભારે ગંદકી અને કચરાના ઢગલાં ને ઝાડુ, હાથ મોજા, કચરાના બેગ વગેરે ની મદદ થી ખબ સુંદર સફાઈ કાર્યક્રમ યોજાયો અને સરકાર શ્રી અને નિગમ દ્વારા કરવામાં આવેલ સ્વચ્છ ભારત સ્વચ્છ બસ્ટેશન / સ્વચ્છ શહેર કાર્યક્રમ ને સાર્થક બનાવ્યો હતો.
અંબાજી પ્રહલાદ પૂજારી