આજરોજ પી.પી.સવાણી વિદ્યામંદિર વ્યારા ખાતે L&T ના પદાધિકારીઓ રોટરી ક્લબ ઓફ વ્યારાના ચેર હેડ રીનલબેન ગાંધી,અને રોટરી પ્રેસિડેન્ટ અનિતાબેન દેસાઈ, “ગંગા સમગ્ર” ટિમ તાપી જિલ્લા તથા SMAP ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સ્કૂલના કેમ્પસમાં વૃક્ષારોપણ નો સફળ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં L&T ના સીનીયર DGM શ્રી અરુણ બાંદેકર અને સ્ટોર ઇન્ચાર્જ શ્રી પ્રવીણ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.જેમણે વિદ્યાર્થીઓ ને પર્યાવરણ વિષે મહત્વની માહિતી આપી હતી. અને માનવજીવનમાં વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું.વિધાર્થીઓ સાથે વૃક્ષારોપણ કરવાનો એક અલગ જ લ્હાવો માણવા મળ્યો સાથે વિદ્યાર્થીઓ એ પણ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
















