અમદાવાદ: તહેવારો નજીક છે ત્યારે શહેરમાં દારૂ વેચનારાઓ સામે પીસીબી બાઝ નજર સાથે નિયંત્રણ રાખી રહી છે યેનકેન રીતે દારૂના વેચાણ કરવા બુટલેગરો બેફામ બને તે પહેલાં તેને નસતેનાબૂદ કરવા પીસીબી હરકતમાં આવી ગઈ છે અને દારૂ વેચનારાઓ સામે ત્રાટકી રહી છે.
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી પીસીબી દ્વારા રેડ કરી દારૂનો જંગી જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ ગોડાઉનમાથી વિદેશી દારુની બોટલો નંગ-૬૦૭૨ એમ કુલ 506 પેટી જેની કિંમત રૂ.૩,૩૬,૦૦૦/- સાથે કુલ્લે રુપિયા ૩૧,૦૯,૧૨૦/- ના મુદામાલ સાથે ત્રણ આરોપીઓને પીસીબીએ ઝડપી પાડયા છે. પીસીબી ઈન્ચાર્જ PSI એ. ડી. ચાવડા અને સ્ટાફને મળેલ સૂચના મુજબ સ્ટાફના અમદાવાદના દાણીલીમડા વિસ્તારમા આવેલ ગોડાઉન નં.એ/૧૧, અલ કુબા એસ્ટેટ, કોઝી હોટલ પાછળ, દાણીલીમડા, અમદાવાદ ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારુની બોટલો નંગ ૬૦૭૨ કુલ 506 પેટી કિ.રુ.૩૩૬૦૦૦/ તથા અન્ય મુદામાલ મળી કુલ્લે કિ.રુ.૩૧,૦૯,૨૬૦/- સાથે ત્રણ આરોપીઓ ને પક્ડી લઈ તથા અન્ય ૧ ઈસમ ને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી દાણીલીમડા પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. (૧) ઇસ્તીયાક જૈનુલઆબેદ્દીન સૈયદ (૨) વિવેક સુરેશકુમાર સંઘાણી (૩) મુસ્તાક ગુલારસુલ શેખની ધરપકડ કરી છે જ્યારે ઇલીયાસ જૈનુલઆબેદ્દીન સૈયદ વોન્ટેડ જાહેર કરાયેલ છે. આમ પીસીબી એ શહેરમાં તરખાટ મચાવતા મોટી દારૂનો જથ્થો ઝબ્બે કરવામાં સફળતા મેળવી છે જે સરાહનીય છે. પીસીબી PSI ચાવડા અને તમામ સ્ટાફના કર્મીઓને અભિનંદન..