કચ્છ નાં પશુ પાલકો નાં હિત માટે ત્વરીત ઉકેલ લાવો : ગોવિંદ દનીચા
કચ્છની એક દિવસીય મુલાકાતે આવેલા મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલાને માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા એ રૂબરૂ મળી કચ્છના મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના વર્ષોથી પડતર પ્રશ્નો બાબતે આંગે આવેદનપત્ર આપી વહેલી તકે ઉકેલ લાવવા રજૂઆત કરી હતી. તેમણે પત્રમાં વિગતવાર ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે…
૧, કચ્છમાં દુધાળા પશુઓથી મહતમ દૂધની પ્રાપ્તિ થાય છે. કચ્છ એ વર્ષોથી ખેતી અને પશુપાલન પર નિર્ભર વિશાળ મોટો જિલ્લો છે ત્યારે દુધાળા પશુઓની ખરીદી માટે અને પોર્ટ્રી ફાર્મ ના નિર્માણ માટે વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે રસ ધરાવતા લોકોને બેંકો ધિરાણ આપવામાં રસ બતાવતી ન હોય. રસ ધરાવતા આવા પશુપાલકોને બેંકો વહેલી તકે અને સરળતાથી લોન ઉપલબ્ધ કરાવે તેવી લોકોની માંગ છે.
૨, પશુપાલનના વ્યવસાય કરવા માટે અનુભવી તેમજ રસ ધરાવતા લોકોને સરકારી પડતર જમીન સરકારી દરે અથવા રાહત દરે વહેલી તકે ઉપલબ્ધ કરવામાં આવે તો આ વ્યવસાય માં વધૂ ગતિ આવી શકે છે.
૩, અનુસૂચિત જાતિ , અનુસૂચિત જનજાતિ તેમજ લઘુમતી સમાજ માટે આવા વ્યવસાય ની ધિરાણ માં સબસીડીમાં વધારો કરવાની ખાસ જરૂર છે .
૪, કચ્છમાં લાખો પશુઓ છે ત્યારે વારંવાર પશુલક્ષી બીમારીઓમાં ઉછાળો આવતો હોય , કચ્છમાં અનેક પશુ દવાખાનાઓ છે પરંતુ આવા પશુ દવા ખાનાઓમાં પશુ તબીબોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી છે જેથી સમયસર અને પૂરતી સારવાર ન મળવાથી અનેક પશુઓના મૃત્યુ થવાના દાખલાઓ મોજુદ છે સાથે સાથે આવા દવાખાનાઓમાં પૂરતી દવાઓ અને સાધનો નો પણ અભાવ હોવાથી પણ પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.
૫. પશુપાલન ગરીબ ગ્રામીણ ખેડૂતો માટે ખૂબ જ મહત્વનો વ્યવસાય છે અને વિશાળ સંખ્યામાં ખેડૂતો પોતાની આજીવિકા માટે પશુપાલન પર નિર્ભર છે હાલમાં ગ્રામીણ વસ્તીને ના 55% થી વધુ લોકો પશુપાલનને પોતાની આજીવિકા બનાવી છે . પશુપાલન અને નિભાવ કરતી પાંજરાપોળો ના સુચારું સંચાલન અને પોષણ માટે સરકારશ્રીએ વધુ આર્થિક સહાય પૂરી પાડવાની ખાસ જરૂર છે
૬. દૂધ ઉત્પાદનથી દૂધ, દહીં ,પનીર, માખણ અને ક્રીમ જેવા વિવિધ ઉત્પાદનમાં થતી ભેળસેળને નિયંત્રિત કરવા સમયાંતરે આવી ખાદ્ય વસ્તુઓ ના નમુના લઇ તપાસ કરી ભેળસેળ કરતાં તત્વો વિરુદ્ધ સખત કાનૂની કાર્યવાહી કરવાનો આદેશ કરવાની ખાસ જરૂર છે.
૮, પશુપાલન અને તેના અનુસાનિક ઉત્પાદન ને પ્રોત્સાહન મળે અને વધારો થાય તો દેશની વિદેશી મુદ્રામાં પણ વધારો થઈ શકે તેમ છે તેથી પશુપાલન અને તેના અનુસાનિક ઉદ્યોગને વધુ પ્રોત્સાહન અને આપની સરકાર શ્રી દ્વારા મજબૂત પીઠબળ મળે તો દેશને વધુ ફાયદો થાય તેમ છે.
૯, કચ્છના નાના બંદરો જેવા કે ભદ્રેશ્વર, વાવડી બંદર, લુણી બંદર, વીરા બંદર અને અન્ય ગ્રામીણ વિસ્તારને સ્પર્સ્તા બંદરો પર માળખાકીય સુવિધાઓનો છેલ્લા લાંબા સમયથી અભાવ છે. સાથે સાથે પ્રાથમિક જરૂરિયાત એવા પીવાના પાણીનો પણ વર્ષોથી અભાવ છે જો આ સુવિધા સરકાર શ્રી દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે તો માછીમારોને ખૂબ ખૂબ રાહત દરે તેમ છે.
૧૦. માછીમારી ના એન્ટ્રી પાસ માટે માછીમારો ને વિવિધ સરકારી પ્રશાસન વારંવાર કન્નડગત કરતું હોય અને મોટી રકમની પ્રસાદી માંગતા હોવાથી ગરીબ માછી મારો હેરાન પરેશાન છે. અવારનવાર ગરીબ માછીમારોને હેરાન પરેશાન કરતા આવા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે .
૧૧, માછીમારો જ્યારે નવી બોટ ખરીદે છે ત્યારે તેના નોંધણી માટે ની કાગડાકીય પ્રક્રિયા ખૂબ જ લાંબી અને ગૂંચ વાળી હોઇ માછીમારો અશિક્ષિત હોવાથી તેઓ નો ખુબ જ સમય વેડફાય છે તેથી નોંધણીની આ પ્રક્રિયાને સરળ બનાવવા ની ખાસ જરૂર છે .
૧
૨. હાલમાં માછીમારોને માછીમારી માટે સમુદ્રમાં જવા અગાઉ ટોકનની પ્રક્રિયા કરવી પડે છે જે ઓનલાઇન છે પરંતુ માછીમારો અશિક્ષિત હોય તેમને આ વારંવાર કરવી પડતી પ્રક્રિયામાં સમજ પડતી ન હોઇ અગાઉની જૂની પ્રચલિત બુકની પ્રથા અમલમાં લાવવા વિનંતી છે. ૧૩. માછીમારી માટે માછીમારો માટે સબસીડી વાળું ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવતું હતું જેને વર્ષ ૨૦૦૫ થી બંધ કરવામાં આવ્યું છે તે માછીમારોના હિતમાં કડક નિયમો સાથે પુનઃ શરૂ કરવાની ખાસ જરૂર છે તેમ ગોવિંદ દનીચા એ જણાવ્યું હતું .
ભાવેશ મુલાણી, ભરૂચ.