.રાષ્ટ્રીય બહુજન અધિકારના સભ્યો અંબાજી આસપાસના ગામોમાં આમંત્રણ આપવા પહોંચ્યા,મહાસંમેલન 26 નવેમ્બરે ગાંધીનગરમાં યોજાશે
શક્તિ ભક્તિ અને અસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે તાજેતરમાં શરદ પૂર્ણિમા મહોત્સવ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયો છે, ત્યારે હાલમાં પણ માતાજીના ભક્તો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે
ત્યારે અંબાજી ખાતે આજરોજ રાષ્ટ્રીય બહુજન અધિકાર મહાસંમેલન(બૌદ્ધ સંમેલન અને બહુજન એકતા યાત્રા) આગામી સમયમાં ગાંધીનગર ખાતે યોજાશે.ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત એસસી, એસટી, ઓબીસી, એનપી , એનબીટી અને માઈનોરીટીના લાખો લોકો એક સાથે ગાંધીનગર એકઠા થશે આ દિવસે જેન સમાજની જેટલી વસ્તી તેટલી તેની ભાગીદારી વધારે
26 નવેમ્બરના રોજ પોતાના હક અને અધીકાર બચાવવા માટે ગાંધીનગર ખાતે આવશે અને ત્યાંથી લડાઈ કુચની શરૂઆત કરશે.રાષ્ટ્રીય બહુજન અધિકાર મહાસંમેલનની મુખ્ય માંગો સાથે ગાંધીનગર થી શરૂઆત કરશે. 26 નવેમ્બર બંધારણ દિવસ છે અને આ દિવસે આ સંમેલનની શરૂઆત થશે.
સંગઠનનો મુખ્ય ઉદ્દેશ આજે નહિ તો ક્યારે ભેગા થઈશું. ટેન્ડર પ્રથા ઉપર રોક લગાવવામાં આવે. આ તમામ વર્ગ અને જાતિ અન્યાય અને અધિકાર માટે એક જૂટતા થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અંબા થી આંબેડકર સુધી આ યાત્રા આજે અંબાજીથી શરૂ થઈ હતી અને આ સંગઠનના લોકો અંબાજી અને આસપાસના ગામોમાં આમંત્રણ આપવા પહોંચ્યા હતા જેનું મહાસંમેલન 26 નવેમ્બરના રોજ ગાંધીનગર ખાતે યોજાશે.આજે આ સંગઠનના લોકો અંબાજી ખાતે આવી પહોંચ્યા અને અંબાજી માતાજીના મંદિરે આમંત્રણ આપ્યું હતુ.
આ પ્રસંગે ભાનુભાઈ ચૌહાણ સુરત, અજમલજી ઠાકોર વિસનગર, દિલીપસિંહ ઠાકોર અમદાવાદ, હસમુખ સક્સેના ગાંધીનગર, નવઘણજી ઠાકોર પાટણ, દર્શિલ ભાઈ કંથેરીયા અમદાવાદ, પથુજી ઠાકોર વડનગર, ઉત્તમ વસાવા નારોલી, હાર્દિક બૌદ્ધ જામનગર, સુરેશ સોનવને સુરત સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
રિપોટ પ્રહલાદ પૂજારી અંબાજી