– બન્ને ખૂબ મોટી સોસાયટીના મહત્વના બે માર્ગથી કોલેજ, મકતમપુર સહીત મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને સુવિધા
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલા ગ્રીન પાર્ક અને મૈત્રીનગરના ₹85 લાખના ખર્ચે નવનિર્મિત બે મહત્વના માર્ગનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
ભોલાવની ગ્રીન પાર્કથી જ્યોતિનગર મેઇન ગેઇટ અને મૈત્રીનગરના બે માર્ગ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અનુદાનમાંથી નિર્માણ કરાયા હતા.
ગ્રીન પાર્કથી જ્યોતિનગરનો RCC માર્ગ 50 લાખના ખર્ચે તેમજ મૈત્રી નગરનો માર્ગ 35 લાખના ખર્ચે નિર્માણ કરાયો હતો.
બંને સોસાયટીના રહીશોની ઉપસ્થિતિમાં ધારાસભ્યના હસ્તે બંને માર્ગને ખુલ્લા મુક્યા હતા.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયત ઉપપ્રમુખ યુવરાજસિંહ સહિતના હાજર રહ્યાં હતાં.
બંને નવા માર્ગો કોલેજ અને મકતમપુર સાથે જોડાણ ધરાવતા હોવાથી અન્ય સોસાયટીના વાહન ચાલકો સહિત બોહળી સંખ્યામાં લોકોને આ રસ્તાનો લાભ મળી રહેશે.
ભાવેશ મુલાણી, ભરૂચ.