Latest

ભરૂચમાં બિહારના CM નીતિશ કુમારના પૂતળાનું દહન

નારીશક્તિના અપમાન બદલ રાજીનામાંની માંગ

શક્તિનાથ સર્કલ ખાતે નીતિશ કુમારે મહિલાઓને લઈ કરેલા કથિત નિવેદન ના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ મહિલા મોરચાએ નોંધાવ્યો વિરોધ

બિહારથી નીતિશ કુમારને બહાર ફેકીશુંના સૂત્રોચ્ચાર સાથે પ્લે કાર્ડ લઈ બોલવાયો હુરિયો

ભરૂચ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ગુરૂવારે સાંજે શક્તિનાથ સર્કલ ખાતે નારી શક્તિનું અપમાન કરનારા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું પૂતળું ફૂંકી બિહારમાંથી બહાર ફેંકવાના સુત્રોચ્ચારો કરાયા હતા.
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર દ્વારા વિધાનસભા ગૃહમાં મહિલા વિરોધી અપમાનજનક શબ્દો નિવેદન કરતા સમગ્ર ભારતની મહિલાઓ રોષે ભરાય છે.

જેના વિરોધમાં ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પ્રફુલ્લાબેન દુધવાલાની આગેવાનીમાં નીતીશ કુમારના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

નારી શક્તિના અપમાન અને મુખ્યમંત્રીની ગરીમાને પણ લજાવતાં નીતીશકુમારના નિવેદન સામે બિહારમાંથી તેમની સરકારને બહાર ફેકવાના સહિતના પ્લેકાર્ડ સાથે હુરિયો બોલાવવામાં આવ્યો હતો. તાત્કાલિક અસરથી બિહારના સી.એમ. પદેથી તેઓ રાજીનામુ આપે માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું.

વિરોધ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પ્રફુલ્લાબેન સાથે સંગઠન ઉપપ્રમુખ દક્ષાબેન પટેલ, પ્રતિક્ષાબેન પરમાર, ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત મહિલા મોરચા, પાલિકા, તાલુકા પંચાયત, સંગઠનના અન્ય મહિલા સદસ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *