પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
તા.૨૧/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન મહેન્દ્દસિંહ સરવૈયા પો.કોન્સ.,એલ.સી.બી.,ભાવનગરનાંઓને બાતમી મળેલ કે,મહુવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુન્હામાં છેલ્લાં એકાદ વર્ષથી નાસતાં-ફરતાં આરોપી સત્યમભાઇ ઉર્ફે ભોલુ દિલીપભાઇ ઘોરી રહે.શોભાવડ તા.તળાજા જી.ભાવનગરવાળો તેના ઘરે હાજર છે.જેથી બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોંપી મહુવા પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે.
નાસતાં-ફરતાં આરોપીઃ- સત્યમ ઉર્ફે ભોલુ દીલીપભાઇ ઘોરી ઉ.વ.૨૦ રહે.શોભાવડ તા.તળાજા જી.ભાવનગર હાલ-રૂમ નં.૨૬૬, સરીતા સોસાયટી,કારગીલ ચોક, યોગી ચોક, સરથાણા, સુરત શહેર
ગુન્હોઃ- મહુવા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.-૧૧૧૯૮૦૩૫૨૨૦૯૮૧/૨૦૨૨ આઇ.પી.સી કલમ ૩૭૯,૧૧૪ વિ.મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ- પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ. શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી અશોકભાઇ ડાભી, મહેન્દ્દસિંહ સરવૈયા, ભદ્દેશભાઇ પંડયા