શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે.એટલે આ શક્તિપીઠ ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં ભક્તો દાન દિલ ખોલીને કરી રહ્યા છે અને આ કારણે જ ભક્તો અંબાજી મંદિરમાં સોનાનું પણ દાન આપી રહ્યા છે.
મંગળવારે પણ ધોળકા તાલુકાના ભક્ત દ્વારા 1 કિલો સોનુ દાન આપવામાં આવ્યું હતું. બુધવારે સવારે પણ માઈ ભકત દ્વારા 11 લાખ રૂપિયા નો સુવર્ણશિખર માટે ચેક આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ બુધવારે બપોરે અન્ય માઈ ભક્ત દ્વારા 6 લાખ રૂપિયાની કિંમતના 100 ગ્રામ જેટલા દાગીના માતાજીને ભેટ અપાયા હતા ટેમ્પલ ઇસ્પેક્ટર પ્રવીણપુરી બાવા દ્વારા તેનો સ્વીકાર કરાયો હતો
અંબાજી પ્રહલાદ પૂજારી