Breaking NewsCrime

શીવાજી સર્કલ નવી શાકમાર્કેટ શોપીંગ સેન્ટરની પાછળ ખુલ્લી જગ્યા માંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની બોટલ નંગ- ૧૮૦ કિ.રૂ. ૫૪,૦૦૦/-સાથે કુલ રૂા. ૧,૪૪,૦૦૦/- નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગ દર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફના માણસોને આગામી દિવાળી તહેવાર નિમીતે ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ સખ્ત પેટ્રોલીંગની ફરી દારૂ/જુગાર તથા ઘરફોડ ચોરીઓ ડીટેકટ કરવા તેમજ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી લેવા સુચના કરેલ

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ભાવનગર સીટી વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન ઘોઘા સર્કલ પાસે આવતા હેડ કોન્સ જીતેન્દ્રસિંહ ઝાલા ને બાતમીરાહે હકિકત મળેલ કે હરપાલ સિંહ ઉર્ફે હરુ મહીપતસિંહ ગોહીલ રહે.શીવાજી સર્કલ ભાવનગર વાળો શીવાજી સર્કલ નવી શાકમાર્કેટ શોપીંગ સેન્ટરની પાછળ ભારતીય બનાવટ નો દારૂનો જથ્થો ઉતારે છે. અને તે દારૂનો જથ્થો સગે-વગે કરવાની પેરવીમાં છે. તે હકિકત આઘારે બાતમી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા રેઇડ દરમ્યાન ભારતીય બનાવટનો MCDOWELLS NO.1 SOPERIOR WHISY ORIGINAL 750 ML તથા ROYAL CHALLENGE CLASSIC PREM IUM WHISKY 750 ML ની બોટલ મળી કુલ બોટલ નંગ-૧૮૦ કિ.રૂ ૫૪, ૦૦૦/-તથા બે મો.સા. કિ.રૂ. ૯૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૪૪,૦૦૦/- નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા તેના વિરૂધ્ધ્માં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ-૬૫એઇ.૧૧૬(બી),૯૮(ર) મુજબનો ગુન્હો નોઘાયેલ છે.

આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ માણસો હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ ઝાલા તથા અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા મહેન્દ્રભાઇ ચૈાહાણ તથા મહિપાલસિંહ ગોહિલ તથા હરગોવિંદભાઇ બારૈયા તથા ડ્રા.પો.કોન્સ. ચિરંતનભાઇ રાવલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

1 of 374

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *