પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ. શીંગરખીયા,પી.બી.જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
આજરોજ ભાવનગર,એલ.સી.બી.નાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન વનરાજભાઇ ખુમાણ પો.હેડ કોન્સ.એલ.સી.બી.,ભાવનગર નાંઓને બાતમી મળેલ કે,મુબારક ઉર્ફે કાળુ ગુંદીગરા રહે.રાજારામના અવેડા,ઘોઘા રોડ,ભાવનગરવાળા તેનાં કબ્જા-ભોગવટાની સફેદ કલરની મારૂતિ સ્વીફટ ડિઝાયર કાર રજી.નંબર- GJ-01-RL 9765માં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો લઇને નારી ચોકડીથી ભાવનગર શહેરમાં પ્રવેશ કરવાના છે.જે માહિતી આધારે નારી ચોકડી વોચમાં રહેતાં નીચે મુજબની કારમાં નીચે મુજબના ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક બોટલો સાથે નીચે મુજબના માણસ હાજર મળી આવેલ.તેના વિરૂધ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઃ- મુબારક ઉર્ફે કાળુ રહિમભાઇ ગુંદીગરા ઉ.વ.૨૪ ધંધો-ડ્રાયવીંગ રહે.મફતનગર,મેલડીમાંના મંદિર પાસે,રાજારામના અવેડા,ઘોઘા રોડ,ભાવનગર
આ કામગીરી દરમિયાન કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. બેગપાઇપર ડીલકસ વ્હીસ્કી ૧ લી.ની બોટલ નંગ-૬૦ કિ.રૂ.૩૭,૮૦૦/-
2. સફેદ કલરની મારૂતિ સ્વીફટ ડિઝાયર કાર રજી.નંબર-GJ-01-RL 9765 કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૩૭,૮૦૦/- નો મુદ્દામાલ
નીચે મુજબનો પોલીસ સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.
પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ. શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી વનરાજભાઇ ખુમાણ,જગદેવસિંહ ઝાલા,લગ્ધીરસિંહ ગોહિલ,જયદિપસિંહ ગોહિલ,હસમુખભાઇ પરમાર.