ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા -જુદા વોર્ડ માં તા.28 -11 -23 થી તારીખ 4 -12 -23 સુધી રોજ સવારે 9:00 થી 12 અને સાંજે 3 થી 6 સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આજરોજ તા.1- 12- 23 ને શુક્રવાર સવારે 9:00 કલાકે વડવા -બ વોર્ડમાં તેમજ બપોરે 3 કલાકે કરચલીયા પરા વોર્ડમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને પદાધિકારીશ્રીઓ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવેલ હતું.
ભારત સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે તથા તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કાર્યરત છે.જે બાબતો ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં મેયરશ્રી ભરતભાઈ બારડ,ડેપ્યુટી મેયરશ્રીમતિ મોનાબેન પારેખ,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી રાજુભાઈ રાબડીયા,સંગઠનના હોદ્દેદારો, કમિશનર શ્રી એન.વી.ઉપાધ્યાય,નાયબ કમિશનરશ્રી મનિષાબેન બ્રહ્મભટ્ટ,સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.