રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
વિશ્વ દિવ્યાંગ દિવસ દર વર્ષે તારીખ 3 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. સમાજમાં રહેતા દિવ્યાંગો હવે પોતાના રહેલી સ્કીલને ડેવલોપ કરીને સન્માન ફેર જીવતા થયા છે.
દડા દિવ્યાંગો ઊભા છે તે જેવો રમત રમત ક્ષેત્રે આગળ આવ્યા છે તો આવા દિવ્યાંગોમાં એક પ્રજ્ઞાચક્ષુ એવા પણ છે કે જેઓ આંખે જોઈ શકતા ન હોવા છતાં પૂજા પાઠ અને કર્મકાંડ કરાવે છે.
સાથે જ તેમના જેવા પ્રજ્ઞાચક્ષુ કે જેઓનું કોઈ નથી તેઓને પગ પર કરવા અને તેઓને રહેવા માટે શેલ્ટર હોમ પણ ચલાવે છે.સુરત ના પ્રજ્ઞાચક્ષુ રામકૃષ્ણ પંડ્યા છેલ્લા ઘણા સમય થી તેમના જેવા પ્રજ્ઞાચક્ષુઓ માટે કામ કરી રહ્યા છે.
દિવ્યાંગ દિવસ ની ઉજવણી ખાસ કરીને વિશ્વભરના વિકલાંગ લોકોની વિકલાંગતા સંબંધિત મુદ્દાઓ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા અને તેમના યોગ્ય આર્થિક અને સામાજિક વિકાસ માટે પ્રયાસ કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે.
જોકે આજે હવે દિવ્યાંગ લોકો સમાજમાં પોતાનું એક આગવું સ્થાન ઉભુ કરવા માટે સક્ષમ બન્યા છે. કહેવાય છે કે જ્યારે ભગવાન માણસમાં એક ખામી મૂકે તો તેની સામે અન્ય બીજી બાબતોમાં સક્ષમ કરે છે
આવું જ કઈ સુરતના સગરામપુરા ઈચ્છા મહેતાની સેરી ખાતે રહેતા રામકૃષ્ણ ભાઈ પંડ્યા નું છે કે જેઓએ દસ વર્ષ થી ઉમર માં રેટિના પિગમેન્ટોસાના પડકારોનો સામનો કરી રહેલા જ રામકૃષ્ણ પંડ્યાએ તેમના અંગત સંઘર્ષને દૃષ્ટિહીન સમુદાય માટે આશા અને સશક્તિકરણના દીવાદાંડીમાં પરિવર્તિત કર્યો છે.આ અંગે રામકૃષ્ણભાઈ એ કહ્યું હું શાળા માં એક સરેરાશ વિદ્યાર્થી હતો મને ક્યારેય અપેક્ષા નહોતી કરી કે મારી આંખોની દૃષ્ટિ ધીમે ધીમે ઓછી થઈ જશે જે રેટિના પિગમેન્ટોસા નાં કારણે હતું.
માધ્યમિક શાળાના વર્ષો દરમિયાન મારી દુનિયા અસ્પષ્ટ થવા લાગી અને મે મારી દૃષ્ટિ ગુમાવી દીધી. શરૂઆતમાં સંઘર્ષ , અસ્વીકાર અને પછી હું હતાશા તરફ દોરાઈ ગયો.જો કે મારા મોટા ભાઈના અતૂટ સમર્થન થી હું નિરાશાના ઊંડાણમાંથી બહાર આવ્યો.
અને મે એક નવેસરથી હેતુ શોધ્યો . દૃષ્ટિહીન લોકોના કલ્યાણ અને સશક્તિકરણ કરવાનો.મે પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશનની સ્થાપના કરી. ત્યારબાદ આ ફાઉન્ડેશને અંધ લોકો માટે આશ્રય ગૃહની સ્થાપના કરી છે. આશ્રય ગૃહમાં એવા પ્રજ્ઞાચક્ષુ લોકો રહે છે કે જેઓનો કોઈ સહારો નથી, જેઓ ને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે કે જેઓ ઉંમરલાયક છે આ શેલ્ટર હોમ ની દેખરેખ પણ પ્રજ્ઞાચક્ષુ લોકો જ રાખે છે. અંહી સમાન પડકારોનો સામનો કરી રહેલા લોકો માટે સલામત અને સહાયક વાતાવરણ પૂરું પાડે છે.
વધુમાં પોતાની વિશે વાત કરતા રામકૃષ્ણ ભાઈએ કહ્યું કે અંધ હોવા છતાં મેં મારા ભાઈ પાસે કર્મકાંડ અને પૂજા પાઠ નું જ્ઞાન લીધુ અને ત્યારબાદ હું ઘણા પ્રોગ્રામો અને લગ્નમાં વિધિ પણ કરાવું છું .આ કાર્યમાં ઘણા લોકો મારા કામની સરાહના કરે છે
અને સાથ આપે છે તો ઘણીવાર એવા પણ અનુભવ થયા છે કે લોકોને મારા પર એવી શંકા જાય છે કે એક અંધ વ્યક્તિ પૂજા પાઠ અને કર્મકાંડ કઈ રીતે કરાવશે .જોકે એવા લોકોને હું સમજાવું છું અને ત્યારબાદ તેઓ પણ અમારું કાર્ય જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.
વિશ્વ દિવ્યાંગ દિવસ દર વર્ષે તારીખ 3 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. સમાજમાં રહેતા દિવ્યાંગો હવે પોતાના રહેલી સ્કીલને ડેવલોપ કરીને સન્માન ફેર જીવતા થયા છે. દડા દિવ્યાંગો ઊભા છે તે જેવો રમત રમત ક્ષેત્રે આગળ આવ્યા છે.
તો આવા દિવ્યાંગોમાં એક પ્રજ્ઞાચક્ષુ એવા પણ છે કે જેઓ આંખે જોઈ શકતા ન હોવા છતાં પૂજા પાઠ અને કર્મકાંડ કરાવે છે. સાથે જ તેમના જેવા પ્રજ્ઞાચક્ષુ કે જેઓનું કોઈ નથી તેઓને પગ પર કરવા અને તેઓને રહેવા માટે શેલ્ટર હોમ પણ ચલાવે છે. સુરત ના પ્રજ્ઞાચક્ષુ રામકૃષ્ણ પંડ્યા છેલ્લા ઘણા સમય થી તેમના જેવા પ્રજ્ઞાચક્ષુઓ માટે કામ કરી રહ્યા છે.