પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર,બોરતળાવ (ડી ડીવીઝન) પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૧૧૭/૨૦૧૧ ઇ.પી.કો.કલમઃ-૩૦૨ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામનાં કેદી તરીકે સજા ભોગવતાં ફર્લો રજા ઉપરથી ફરાર ઇકબાલ ઉર્ફે ઇદ્દીશ ઉર્ફે ઇદો બકરી રહે.કુંભારવાડા હાઉસીંગ સોસાયટી,ભાવનગરવાળા મોરબી,વીસીપરા વિસ્તારમાં રહે છે.જે બાતમી આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોરબી ખાતે જઇ તપાસ કરતાં નીચે મુજબના ફર્લો રજા ઉપરથી છેલ્લાં દોઢ વર્ષથી ફરાર પાકા કામના કેદીને ઝડપી પાડી તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપેલ.
ફર્લો રજા જમ્પ પાકા કામના કેદીઃ- ઇકબાલ ઉર્ફે ઇદ્દીશ ઉર્ફે ઇદો બકરી યુસુફભાઇ પઠાણ ઉ.વ.૨૯ રહે.બ્લોક નંબર-૩૧૦, કુંભારવાડા હાઉસીંગ સોસાયટી,ભાવનગર હાલ-વીશીપરા વિસ્તાર,મસ્જીદ વાળો ચોક,મોરબી
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી બાબાભાઇ હરકટ,વિશ્વજીતસિંહ ઝાલા,એજાજખાન પઠાણ