Latest

અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન ગીર સોમનાથ દ્વારા ભગવાન ભાલ્કેશ્વર તેમજ દાદા સોમનાથ ને આમંત્રણ પાઠવ્યું

રાજા ધિરાજ ના અધ્યક્ષ સ્થાને દ્વારકા ખાતે 23 અને 24 ડિસેમ્બર ના રોજ થાવ જય રહેલા 16108 અખિલ ભારતીય આહીરાણી મહારાસ જે વિશ્વ રેકોર્ડ સર્જવા જય રહ્યો છે જેમાં ગુજરાત ના દરેક ગામડાઓ તેમજ શહેર માંથી સમસ્ત આહીર સમાજ ની બહેનો દ્વારા ભવ્ય રાસ ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે

તેમજ જુદા જુદા ધર્મસ્થળ પર ભગવાન ને આમંત્રણ પણ બહેનો દ્વારા આપવામાં આવી રહ્યું છે ત્યારે આજ ગીર સોમનાથ ની બહેનો દ્વારા રોજ સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે થી ભગવાન ભાલ્કેશ્વર તેમજ સોમનાથ દાદા ને આમંત્રણ આપવા માટે એક ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું

લોઢવા ગામે થી વેરાવળ ભાલકા મંદિર સુધી 100 ટ્રેક્ટર તેમજ કાર સાથે ભવ્ય રેલી નીકળી હતી ભગવાન દ્વારકાધીશ ની જય નાદ તેમજ ડીજે ના તાલે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું

ત્યાર બાદ ભાલકા મંદિર જય મહારાસ ની કુમકુમ પત્રિકા ભગવાન ભાલ્કેશ્વર ના ચરણોમાં અર્પણ કરી આમંત્રણ આપ્યું હતું ત્યાર બાદ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી સોમનાથ દાદા ને આમંત્રણ પત્રિકા અર્પણ કરવામાં આવી હતી બાદ બાદ માં વીર સપૂત આહીર દેવાયત બાપા બોદર જેણે પોતાના એકના એક દીકરાનું બલિદાન આપ્યું હતું ત્યાં જય દેવાયત બાપા બોદારને પણ મહારાસ ની કુમકુમ પત્રિકા અર્પણ કરી આમંત્રણ પાઠવ્યું હતું.

રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

1 of 143

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *