ઉના તાલુકા પંચાયત સેવા સદન શહેરની મધ્યયમાં ટાવર ચોક વિસ્તારમાં હતી.આ બિલ્ડીંગ અતિ જર્જરીત થતા આ બિલ્ડીંગ શહેર ના બાયપાસ પાસે લામધાર ના પાટીયા પાસે સમાજ કલ્યાણ વિભાગની છાત્રાલય મા સ્થળાંતર કરવામાં આવેલ છે.
તાલુકા પંચાયત સેવા સદનનું નવુ બિલ્ડીંગ શહેરથી ખુબ જ દુર બનાવવાનું આયોજન થઈ રહયુ છે.ત્યારે અરજદારોને ખુબ જ મુશ્કેલીઓ પડી શકે તેમ છે.ગ્રામ્ય વિસ્તારના આવકના જાતીના દાખલા માટે તાલુકા પંચાયત મા જવુ પડે ત્યાર બાદ આ દાખલા માટે ફોટો પડવવા મામલતદાર ઓફીસમાં જવુ પડે.અને ફરી તાલુકા પંચાયત જવું પડે ત્યારે અરજદાર ને આ તાલુકા પંચાયત દુર જવાના કારણે ખુબ મુશ્કેલીઓ પડશે.
યોગ્ય વાહનવ્યવહારના અભાવે લોકોને ના છુટકે ખાનગી વાહનોનો ઉપયોગ કરવો પડશે જેના કારણે આર્થીક નુકશાની થશે.તાલુકા સેવા સદનનું નવુ બિલ્ડીંગ બનાવવાનું આયોજન છે તે તાલુકાની એક સાઈડના સનખડા, ગાંગડા, ભાચા, સૈયદરાજપરા, નવાબંદર, ખાપટ જેવા ગામડાઓને ખુબ જ દુર પડશે.
જેના કારણે અરજદારોને ખુબ મુશ્કેલીઓ પડશે.તો આપના દ્વારા આ લોકોના વિશાળ હીત માં તાલુકા સેવા સદન શહેરની મધ્યમાં મુળ જગ્યાએ અથવા શહેરની નજીક બનાવવમાં આવે તેવી માંગ ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજય, ગાંધીનગર, બચુભાઈ ખાબડ મંત્રી પંચાયત,જિલ્લા વિકાસ અધિકારી,કલેકટર ને પ્રાંત અધિકારી મારફત આવેદન પત્ર આપી અખિલ ભારતીય કોળી સમાજ ના મહામંત્રી રસિક ચાવડા, મોટા ડેસર ના સરપંચ પ્રતિનિધિ ભરત શિંગડ, કોળી સમાજ ના પાચાભાઈ દમણિયા વગેરે એ કરી છે.