બી પી એલ યાદી માં ના હોય તેવા વૃદ્ધો ને સહાય આપવામાં આવે- રસિક ચાવડા
યુવા કોળી સમાજ ના પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને પત્ર લખી માંગ કરી છે કે ગુજરાત સરકાર દ્વારા વૃદ્ધો માટેની કલ્યાણકારી યોજના હેઠળ વૃદ્ધો ને ‘વૃદ્ધ પેન્શન યોજના’ તળે આર્થિક સહાય ચૂકવવામાં આવે છે.પરંતુ આ યોજનાનો લાભ માત્રને માત્ર બીપીએલ યાદીમાં હોય તેવા વૃદ્ધોને સહાય ચૂકવવામાં આવે છે. બાકીના વૃદ્ધોને સહાય ચૂકવવામાં આવતી નથી.
ઘણા એવા વૃદ્ધો અતિશય જરિયાતમંદ હોય પરંતુ તેમનું નામ બીપીએલ યાદીમાં ન હોવાના કારણે તે આ સહાયથી વંચિત રહી જાય છે. ખૂબ જ આર્થિક જરૂરિયાત અને વૃદ્ધત્વ ના કારણે અન્ય કામ કરી શકતા નથી.તો ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને મામલતદાર ઓફિસ દ્વારા વૃદ્ધો ની સાચી કરાઈ કરી આવા બીપીએલ યાદીમાં ન હોય તેવા વૃદ્ધોને પણ આ વૃદ્ધ સહાય યોજના તળે લાભ આપવામાં આવેલી અમારી માંગ છે.તેના કારણે વૃદ્ધો સ્વમાન થી પોતાનું વૃદ્ધત્વ પસાર કરી શકે તે માટે આપના દ્વારા યોગ્ય કરવા રસિક ચાવડા એ માગણી કરી છે.છે.