પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
તા.૧૯/૧૨/૨૦૨૩ના રોજ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપીઓની તપાસમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, મરૂન કલરનો આખી બાઇનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ એક બાઠીયો માણસ ભાવનગર, સીટી બસ સ્ટેન્ડ એલ.આઇ.સી.ની ઓફીસ પાછળ ઉભો છે.જે આવતાં-જતાં માણસોને મોબાઇલ બતાવી વેચાણ કરવા માટે પુછપરછ કરે છે.જે મોબાઇલ ફોન તેણે કયાંકથી ચોરી કરેલ હોવાની શંકા છે.જે બાતમીવાળી જગ્યાએથી નીચે મુજબનાં માણસ નીચે મુજબનાં મોબાઇલ ફોન સાથે હાજર મળી આવેલ.જે મોબાઇલ ફોન તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય.જે મોબાઇલ ફોન-૦૨ કિ.રૂ.૨૬,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ.જે અંગે કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.
પકડાયેલ આરોપી- ગૌરવ રાજુભાઇ સોલંકી ઉ.વ.૩૪ રહે. પ્લોટ નં.સી-૧૩૭૪ (ડી) રામનગર દર્શનડેરી ની સામે કાળીયાબીડ, ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1.એક કાળા કલરનો રેડમી કંપનીનો રેડમી નોટ-7 પ્રો મોબાઇલ ફોન કિ.રૂ.૧૨,૦૦૦/-
2.એક ગોલ્ડન કલરનો સેમસંગ કંપનીનો J-7 પ્રાઇમ મોબાઇલ ફોન કિં.રૂ.૧૪,૦૦૦/-
શોધી કાઢેલ ગુન્હોઃ ગંગાજળીયા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૧૨૩૧૪૩૨/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ,તથા પોલીસ કર્મચારી ભૈપાલસિંહ ચુડાસમા,ઇમ્તિયાઝખાન પઠાણ,અલ્ફાજ વોરા,સત્યજીતસિંહ ચુડાસમા,મજીદભાઈ સમા જોડાયાં હતાં.