bhavnagarBreaking NewsCrimeGujarat

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ-૭૨ કિ.રૂ.૪૦,૬૮૦/-સહિત કુલ રૂ.૪૮,૬૮૦/-ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

તા.૧૯/૧૨/૨૦૨૩ના રોજ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડના માણસો ભાવનગર,બોરતળાવ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ચિત્રા,રાજનગર, મસ્તરામ બાપાના મંદિર પાસે આવતા મળેલ બાતમી આધારે રેઈડ કરતા નીચે જણાવ્યા મુજબના ઈસમો નીચે મુજબના ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે હાજર મળી આવેલ.તેઓ તમામ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

પકડાયેલ આરોપીઃ-

1. ચિરાગ વિજયભાઇ ચૌહાણ/કોળી ઉ.વ.૨૩ રહે.ચિત્રા,રાજનગર,મસ્તરામ બાપાના મંદિર પાસે,પ્લોટ નં ૨૩ ભાવનગર

2. કાળુ ઉર્ફે ઢીંગલી શંભુભાઇ મકવાણા/કોળી ઉવ.૨૧ રહે.ચિત્રા,દેસાઇનગર પેટ્રોલપંપની બાજુમા ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

1. બેગપાઇપર ડીલક્ષ વ્હીસ્કી ૧ લી. ની પ્લાસ્ટીક બોટલ નંગ-૩૬ કિ.રૂ.૨૨,૬૮૦/-

2. ૮ પી.એમ. સ્પેશ્યલ વ્હીસ્કી ૭૫૦MLની પ્લાસ્ટીકની બોટલ નંગ-૩૬ કિ.રૂ.૧૮૦૦૦/-

3. વન પ્લસ કંપનીનો મોબાઇલ કિરુ.૫0૦૦/-

4. સેમસંગ કંપનીનો મોબાઇલ કિરુ.૩0૦૦/- મળી કુલ રૂ.૪૮,૬૮૦/- નો મુદ્દામાલ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પોલીસ કર્મચારી ભૈરવદાન ગઢવી,ભયપાલસિંહ ચુડાસમા,હારીતસિંહ ચૌહાણ,ઇમ્તીયાઝખાન પઠાણ,જયદિપસિંહ ગોહિલ વગેરે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

1 of 380

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *