બનાસકાંઠા જીલ્લામાં માત્ર અમીરગઢ અને દાંતા તાલુકામાં આ પોષણ સુધ્ધા યોજના ચાલે છે.નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તેમને દાંતા તાલુકાના 3 ગામો દત્તક લીધા હતા
જેમા કરમદી ,જમબેરા અને રીંછડી ગામનો સમાવેશ થાય છે.પહાડો વચ્ચે આવેલા અને કાચા રસ્તાઓ થી ઘેરાયેલા વિસ્તારમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસવાટ કરે છે.
આ વિસ્તારમાં કુપોષણ નો દર વધતા સરકાર દ્વારા આવી યોજનાઓ આવા વિસ્તારમાં ચલાવવામા આવે છે.આદિવાસી વિસ્તારોમાં મહિલાઓ શાકભાજી વેચવા અને ખેત મજૂરી કરતી હોઈ ભોજન મા ઉણપ રહેતા આવી મહિલાઓમાં કુપોષણ રહેતા સરકાર દ્વારા આવી મહિલાઓ માટે આ યોજના શરુ કરવામા આવી છે.
જેમાં સગર્ભા માતા અને ધાન્તરી માતાને રોજ 1 ટાઈમનું ભોજન આપવામાં આવે છે, જેમાં દાળ-ભાત, શાક-રોટલી ,કઠોળ લીલા શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે .જોડે જોડે તેમના આરોગ્ય ની ચકાસણી કરવામાં આવે છે,
પછી તેમને આર્યન ટેબ્લેટ અને કેલ્શીયમ ટેબ્લેટ આપવામાં આવે છે અને ગોળી કઈ રીતે લેવી તે પણ જણાવવામાં આવે છે.સાથે સાથે આઈસીડીએસ યોજનામા આ ઉપરાંત ના ચાર પેકેટ માતૃ શક્તિના ,પૂર્ણા શક્તિના 15 થી 18 વર્ષના ને આપવામાં આવે છે,બાલ શક્તિના પેકેટ 6 માસ થી 3 વર્ષ સુધીના આપવામા આવે છે,પેકેટ આપ્યા બાદ આરોગ્ય કર્મચારી ઘરે જઈને ચેક પણ કરે છે .
વાનગી નિદર્શન દ્વારા માતૃશક્તિ ના પેકેટ થકી વાનગીઓ બનાવાય છે, આ રીતે ઘરે જઈને ઉપયોગ કેમ કરવો અને બીજી પણ યોજનાઓનો લાભ લેવો અને નિયમિત આવી બહેનોએ આંગણવાડી આવવું આવવું પડતુ હોય છે.
ખાસ કરીને આ યોજના કુપોષણ દૂર કરવા ,કુપોષિત માતાઓ હોય છે જે પોતાના ઘરે દાળ -ભાત, શાક- રોટલી ઘરે જમતા નથી જે માટે એક ટાઈમનું ભોજન આપવામાં આવે છે આ કારણે બહેનોમાં સારો વિકાસ જોવા મળી રહ્યો છે.
:- જાગૃતીબેન મહેતા,આરોગ્ય વિભાગ :-
તેમને જણાવ્યું હતું કે દાંતા તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં મહિલાઓમાં કુપોષણ દૂર કરવા માટે સરકાર દ્વારા આ સુંદર યોજના શરૂ કરવામાં આવી છે જેના થકી આંગણવાડીમાં ગામની મહિલાઓ આવીને સુંદર પૌષ્ટિક ભોજન લેતી હોય છે તેમની સાથે તેમના બાળકો પણ આવતા હોય છે આ યોજનાથી મહિલાઓમાં ઘણો વિકાસ જોવા મળ્યો છે અને કુપોષણ દૂર થતું જોવા મળી રહ્યું છે.
અંબાજી પ્રહલાદ પૂજારી