પ્રતિ વર્ષ ૨૫મી ડિસેમ્બર-પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસને દેશમાં સુશાસન દિવસ રૂપે ઊજવવામાં આવે છે. સુશાસન દિવસ ના ભાગરૂપે ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિવિધ કચેરીઓનીના વડાઓને જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતાના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
સ્વચ્છતા અભિયાન-૨૦૨૩ની ઉજવણી અંતર્ગત જિલ્લા,તાલુકાની કચેરી,કાર્યસ્થળને સ્વચ્છ,સુંદર બનાવવા માટે પડતર નિકાલની ઝૂંબેશ,રેકર્ડનુ વર્ગીકરણ,ફાઇલોનું ડિજિટલાઈઝેશન અને ડિસ્પોઝલ,કચેરીના બિનવપરાશી સામાનને દૂર કરી ઓફિસ વર્કપ્લેસને સ્વચ્છ,સુઘડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.જેને ધ્યાને લઈ શ્રેષ્ઠ સ્વચ્છતા અભિયાન-2023 અંતર્ગત જિલ્લા કક્ષાની Best, Aspiring તથા Emerging કચેરી તરીકે અનુક્રમે નાયબ વન સંરક્ષકશ્રી,ભાવનગર ની કચેરી,પોલીસ અધિક્ષકશ્રી,ભાવનગર ની કચેરી તથા ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન,ભાવનગર ને સન્માનપત્ર આપી જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતા દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.
સુશાસન દિવસે ગાંધીનગર સ્થિત સચિવાલયના નર્મદા ભવન ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કચેરીથી ભાવનગરના સ્થાનિક અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા,અને કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
નોંધનીય છે કે,વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારતના સંકલ્પ સાથે સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કર્યું છે,જેને આગળ ધપાવતા સ્વચ્છ ગુજરાત ની વિશેષ ઝુંબેશ હાથ ધરી છે,ત્યારે ગુજરાતમાં ચાલી રહેલા નિર્મળ ગુજરાત અભિયાનને વધુ એક સપ્તાહ એટલે કે તા.૩૧મી ડિસેમ્બર સુધી લંબાવવાની જાહેરાત મુખ્યમંત્રીશ્રીએ કરી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો.પ્રશાંત જીલોવા,નિવાસી અધિક કલેકટર શ્રી બી.જે.પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ-પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.