પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.
તા.૨૭/૧૨/૨૦૨૩ના રોજ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડના માણસો પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કોન્સ.નીતિનભાઇ ખટાણાને બાતમી મળેલ કે,રાજપરા (ઠાડચ) ગામે રહેતાં જયપાલસિંહ સાબુભા ગોહિલે તેના રહેણાંક મકાને ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે.જે બાતમી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસ નીચે મુજબના ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે હાજર મળી આવેલ.તેઓ તમામ વિરૂધ્ધ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
પકડાયેલ આરોપીઃ- જયપાલસિંહ સાબુભા ગોહિલ ઉ.વ.૨૭ ધંધો-ખેતી રહે.રાજપરા (ઠા) તા.પાલીતાણા જી.ભાવનગર
રેઇડ દરમિયાન કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. રોયલ સ્ટેગ સુપરીયર વ્હીસ્કી ફોર સેલ ઇન પંજાબ સ્ટેટ ઓન્લી ૭૫૦ ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૯૬ કિ.રૂ.૨૮,૮૦૦/-
2. રોયલ સ્ટેગ સુપરીયર વ્હીસ્કી ફોર સેલ ઇન પંજાબ સ્ટેટ ઓન્લી ૧૮૦ ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૯૬ કિ.રૂ.૯,૬૦૦/-મળી કુલ રૂ.૩૮,૪૦૦/-નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પોલીસ કર્મચારી હરેશભાઇ ઉલ્વા,હિરેનભાઇ સોલંકી,નીતિનભાઇ ખટાણા,તરૂણભાઇ નાંદવા વગેરે