પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા તથા ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/ જુગાર ની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા,તથા અનડીટેકટ ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા સખત સુચના આપેલ.
તા.૨૯/૧૨/૨૦૨૩નાં રોજ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ.પ્રદિપસિંહ ગોહીલને બાતમીરાહે હકીકત મળેલ કે,એક લાલ કલરનો શર્ટ તેની ઉપર કાળા કલરનું ગરમ જેકેટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ માણસ કાળીયાબીડ પાણીની ટાંકી પાસે,વિકટોરીયા પાર્કના ગેટ પાસે બસ સ્ટેન્ડ પાસે ચાંદીના દાગીના તથા રોકડ રકમ લઇને ઉભેલ છે.જે હકીક્ત આધારે તપાસ કરતા નીચે મુજબનો માણસ નીચે મુજબની ચીજવસ્તુઓ સાથે હાજર મળી આવેલ.જે અંગે તેઓની પાસે આધાર-પુરાવા કે બીલ માંગતા નહિ હોવાનું જણાવેલ.જે ચીજવસ્તુઓ તેણે કયાંકથી ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતુ હોય.જે શંકાસ્પદ મિલ્કત તરીકે કબ્જે કરવામાં આવેલ.આ માણસની પુછપરછ કરતા આજથી આશરે દશેક દિવસ પહેલ ઇસ્કોન મેગા સીટી,હિમાલ્યા મોલની બાજુમાં જે જગ્યાએ પગીપણુ કરતો હતો ત્યાંથી એક મકાનમાંથી ચોરી કરેલાનુ કબુલ કરેલ.જે અંગે રેકર્ડ પર ખરાઇ કરતા નીચે મુજબના ગુન્હો દાખલ થયેલ હોય કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ થવા માટે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
પકડાયેલ માણસ:- અરવિંદભાઇ S/O ચંદુભાઇ હરીભાઇ ગોહિલ ઉ.વ.૪૧ ધંધો–પગીપણું રહે.મુળ-અનગઢ (કોટના) તા.જી.વડોદરા હાલ-ભાવનગર શહેરમાં અલગ-અલગ કન્ટ્રકશન સાઈટ
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલઃ-
1. ચાંદીના છડા જોડ-૦૧ વજન ૮૫ ગ્રામ કિં.રૂ.૨,૬૨૨/-
2. ચાંદીની પહોચી નંગ-૦૧ વજન ૫૫ ગ્રામ કિં.રૂ.૧,૭૦૦/-
3. ચાંદીનું મંગળસુત્ર ત્રણ સર વાળુ વજન ૪૪ ગ્રામ કિં.રૂ.૧૩૫૦/-
4. ચાંદીની પગમા પહેરવાની અંગુઠી નંગ-૦૨ વજન ૪ ગ્રામ કિં.રૂ.૧૨૫/-
5. રોકડ રકમ જેમાં રૂ.૫૦૦/-ના દરની ચલણી નોટો નંગ-૩૨૬ કિ.રૂ.૧,૬૩,૦૦૦/-
6. આઇ-ટેલ કંપનીનો સાદો મોબાઇલ ફોન કિં.રૂ.૧૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૬૯,૭૯૭/-નો મુદ્દામાલ
શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-
નિલમબાગ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૩૦૮૬૫/૨૦૨૩ ઈ.પીકો કલમઃ-૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પોલીસ કર્મચારી પ્રદિપસિંહ ગોહીલ,અલ્ફાઝભાઇ વોરા,સત્યજીતસિંહ ચુડાસમા,હરિચંદ્રસિંહ ભીમભા