પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ. શીંગરખીયા,પી.બી.જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને આગામી ૩૧મી ડિસેમ્બરની ઉજવણી માટે રાજય બહારથી જિલ્લામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોવાથી ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૨૯/૧૨/૨૦૨૩ના રોજ ભાવનગર એલ.સી.બી.ના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ધનવંતરીબેન વા/ઓ અજય ઉર્ફે ભગત ઉર્ફે કાળુ આડોડિયા રહે.આડોડિયાવાસ, ભાવનગર વાળી તેના કબ્જા-ભોગવટાના રહેણાંક મકાને ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતાં હોવાની મળેલ બાતમી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં મહિલા નીચે મુજબના ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના ફોર સેલ ઇન પંજાબ સ્ટેટ તથા યુ.ટી ચંદીગઢ ઓન્લી લખેલ બોટલોના જથ્થા સાથે હાજર મળી આવેલ.તેણી વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
પકડાયેલ મહિલા આરોપી ધનવંતરીબેન વા/ઓ અજય ઉર્ફે ભગત ઉર્ફે કાળુ મોહનભાઇ રાઠોડ ઉ.વ.૩૩ રહે.આડોડિયાવાસ,ભાવનગર
રેઇડ દરમિયાન કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. ઓલ સીઝન્સ ગોલ્ડ કલેકશન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૪૮ કિ.રૂ.૧૪,૪૦૦/-
2. ઓલ સીઝન્સ ગોલ્ડ કલેકશન રીઝર્વ વ્હીસ્કી ૧૮૦ MLની કાચની કંપની સીલપેક બોટલ નંગ-૪૮ કિ.રૂ.૪,૮૦૦/-
3. રોયલ સ્ટેગ બેરલ સીલેકટ વ્હીસ્કી ૭૫૦ ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૧૨ કિ.રૂ.૩,૬૦૦/-
4. મેકડોવેલ્સ નં.૧ કલેકશન વ્હીસ્કી ઓરીજનલ ૩૭૫ ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૨૨ કિ.રૂ.૩,૩૦૦/-
5. રોયલ સ્ટેગ પ્રિમીયર વ્હીસ્કી ૧૮૦ ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૧૪૪ કિ.રૂ.૧૪,૪૦૦/- મળી કુલ રૂ.૪૦,૫૦૦/-નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ. શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી મહેન્દ્રભાઇ ચૌહાણ,સાગરભાઇ જોગદીયા,ઘનશ્યામભાઇ ગોહિલ,વિઠ્ઠલભાઇ બારૈયા,યુસુફખાન પઠાણ,અનિલભાઇ સોલંકી,રાજેન્દ્રભાઇ બરબસીયા,સંજયભાઇ ચુડાસમા,પાર્થભાઇ ધોળકિયા,વિશ્વજીતસિંહ ઝાલા,જાગૃતિબેન કુંચાલા વગેરે