Latest

વિકસિત ભારત સંકલ્પ યાત્રા – ૩૪ મો દિવસ

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે આણંદ જિલ્લાના
આસોદર, વાસણા અને સુણાવ ગામોમાં પરિભ્રમણ કરશે

આણંદ, સોમવાર:: વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના માધ્યમથી ગ્રામજનોને ભારત અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી તેમજ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભો તેમના ગામ ખાતેથી જ આપવામાં આવી રહ્યા છે.

રાજ્યના તમામ નાગરિકો સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવી શકે તે માટે આ યાત્રા પ્રતિદિન જિલ્લાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરી રહી છે.

આણંદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને નાગરિકોનો ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે. આજે તા. ૦૨/૦૧/૨૦૨૪ના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા તેના ૩૪ માં દિવસમાં પ્રવેશ કરી રહી છે

ત્યારે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આણંદ જિલ્લાના ત્રણ ગામોએ પહોંચશે. જેમાં આંકલાવ તાલુકાના આસોદર ગામે, બોરસદ તાલુકાના વાસણા ગામે અને પેટલાદ તાલુકાના સુણાવ ગામે વિકસિત ભારત યાત્રાનો રથ પહોંચશે.

ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં તા. ૩૦/૧૧/૨૦૨૩થી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યો છે. જેના માધ્યમથી ગ્રામજનોને ગામો ખાતે જ સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ વિવિધ લાભાર્થીઓને યોજનાના લાભ પણ મળી રહ્યાં છે.

રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમા…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *