પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ. શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,શ્રી એમ.જે.કુરેશી તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો વલ્લભીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન અનિરૂધ્ધસિંહ ગોહિલ A.S.I.,એલ.સી.બી.,ભાવનગરનાઓને બાતમીરાહે હકિકત મળેલ કે,સિહોર પો.સ્ટે.ગુ.ર.નં. ૦૭૦૨/૨૦૨૩ આર્મ્સ એકટ કલમઃ-૨૫(૧)(૧-બી) મુજબના ગુન્હાના કામે નાસતાં-ફરતાં આરોપી મોણપુર ગામની સીમમાં ચંદુભાઇની વાડીએ હાજર છે.જે માહિતી આધારે તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેને ઝડપી પાડી સિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.
નાસતાં-ફરતાં આરોપીઃ-
રાજન સુમારભાઇ નથવાણી ઉ.વ.૩૫ ધંધો-ખેતમજુરી રહે. ચંદુભાઇની વાડીમાં, મોણપુર તા.વલ્લભીપુર જી.ભાવનગર મુળ-વંથલી જી.જુનાગઢ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,શ્રી એમ.જે.કુરેશી તથા પોલીસ કર્મચારી અનિરૂધ્ધસિંહ ગોહિલ,બાબાભાઇ હરકટ,હરિચંદ્દસિંહ દિલુભા,એજાજખાન પઠાણ,ભોજુભાઇ બરબસીયા,પ્રજ્ઞેશભાઇ પંડયા વગેરે જોડાયાં હતાં.