પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પોલીસ સબ ઈન્સ.બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,એમ.જે.કુરેશી તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
આજરોજ તા.૦૯/૦૧/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર મંત્રેશ કોમ્પલેક્ષ પાસે આવતા હેડ કોન્સ.બી.કે.હરકટ તથા એઝાઝખાન પઠાણ ને બાતમીરાહે હકીકત મળેલ કે,વિક્રમભાઈ રાણાભાઈ સોલંકી રહે.શેરી નં.૦૨,ગૌશાળા પાસે,ઘોઘારોડ,ભાવનગરવાળાએ પોતાના રહેણાંકી મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે.અને હાલ આ દારૂનો જથ્થો સગે-વગે કરવાની પેરવીમા છે.જે મળેલ માહિતી આધારે રેઈડ કરતા નીચે મુજબનો આરોપી નીચે મુજબના અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલો સાથે હાજર મળી આવેલ.તેના વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપીઃ-
1. વિક્રમભાઈ ઉર્ફે કસાભાઈ રાણાભાઈ સોલંકી ઉ.વ.૪૫ રહે. શેરી નં.૦૨, કૃષ્ણપરા,ગૌશાળા,ઘોઘારોડ,ભાવનગર
2. ભાવેશ ઉર્ફે ભાવો વલ્લભભાઈ સોલંકી રહે.શેરી નં.૦૩,કૃષ્ણપરા,ગૌશાળા,ઘોઘારોડ,ભાવનગર
(પકડવા ઉપર બાકી)
રેઇડ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. અંગ્રેજીમાં મેક ડોવેલ્સ નં-૧ ડીલક્ષ વ્હીસ્કી ઓરીઝનલ ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલ ૧૮૦ એમ.એલ.ની કાચની સીલપેક બોટલ નંગ-૯૬ કિ.રૂ.૯૬૦૦/-
2. અંગ્રેજીમા રોયલ ચેલેન્જ ફાઈન રીઝર્વ વ્હીસ્કી ફોર સેલ ઇન પંજાબ ઓન્લી ૭૫૦ એમ.એલ.ની કાચની સીલપેક બોટલ નંગ-૧૨૦ કિ.રૂ.૩૬,૦૦૦/-
3. વિમલ કંપનીના થેલા નંગ-૦૭ કિ.રૂ.૭૦૦/-
4. ગ્રાહક નં-૩૦૩૦૩/૧૬૪૪૩/૩ લખેલ લાઈટબિલ કી.રૂ. ૦૦/- મળી કુલ કિં.રૂ.૪૬,૩૦૦/-નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ.ઈન્સ.બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,એમ.જે.કુરેશી તથા સ્ટાફનાં,યુસુફખાન પઠાણ,અનિરુધ્ધસિંહ ગોહીલ,બાબાભાઈ હરકટ,એઝાઝખાન પઠાણ,પાર્થભાઇ ધોળકીયા,વિશ્વજીતસિંહ ઝાલા