bhavnagarBreaking NewsCrimeGujarat

રૂ.૫૦૦/-ના દરની ભારતીય ચલણની બનાવટી નોટ નંગ-૬૨ સહિત કુલ રૂ.૧,૧૬,૩૧૦/-ના મુદ્દામાલ સાથે કુલ-૦૩ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પોલીસ સબ ઇન્સ. બી.એચ. શીંગરખીયા,પી.બી.જેબલીયા,એમ.જે.કુરેશી,વી.વી.ધ્રાગુ તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ/જુગાર,ભારતીય ચલણની બનાવટી નોટોને લગતી તેમજ અન્ય ગેરકાયદેસરની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

આજરોજ તા.૧૧/૦૧/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.પોલીસ સ્ટાફનાં માણસો એલ.સી.બી.ઓફિસ હાજર હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે,નૈતિક ભાવેશભાઇ મોદી તથા જયરાજસિંહ ગોહિલ રહે.બંને નિર્મળનગર,ભાવનગર તથા તૌશીફ રફિકભાઇ પરમાર રહે.નવાપરા,ભાવનગર વાળા તેઓનાં કબ્જાનાં બ્લ્યુ કલરના એકસેસ સ્કુટર રજી.નંબર-GJ-04-EF 3989 લઇને ભાવનગર,પ્લોટ ગેટ પોલીસ ચોકીની બાજુમાં તથા જાહેર શૌચાલયની વચ્ચે નવા બાંધકામવાળા બિલ્ડીંગની પાછળના ભાગે જાહેર રોડ ઉપર ઉભા રહીને ભારતીય ચલણની બનાવટી નોટોનો વહિવટ કરવા માટે ઉભેલ છે.જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના આરોપીઓ નીચે મુજબના મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ.તેઓ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઃ-

1. નૈતિક સ/ઓ ભાવેશભાઇ કિશોરભાઇ મોદી ઉ.વ.૧૯ ધંધો-અભ્યાસ (ધોરણ-૧૨) રહે.પ્લોટ નંબર-૧૧૮/એ, શેરી નંબર-૫,ડંકીવાળો ચોક,નિર્મળનગર,ભાવનગર
2. તૌશીફ સ/ઓ રફિકભાઇ જમાલભાઇ પરમાર ઉ.વ.૨૫ ધંધો-વેપાર રહે.ફલેટ નંબર-૩૦૩,શીફા ફલેટ,કેસરબાઇ મસ્જીદ વાળા ચોકમાં,નવાપરા,ભાવનગર (અભ્યાસ-ધોરણ-૧૦)
3. જયરાજસિંહ સ/ઓ પ્રફુલસિંહ રણજીતસિંહ ગોહિલ ઉ.વ.૨૩ ધંધો-પ્રાયવેટ નોકરી રહે.પ્લોટ નંબર-૧૧૩,ભકિત શેરી,નિર્મળનગર,ભાવનગર (અભ્યાસ-ડીપ્લોમા ઇન આઇ.ટી.)

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

1. ભારતીય ચલણની રૂ.૫૦૦/-ના દરની બનાવટી નોટ નંગ-૬૨ કિ.રૂ.૦૦/-
2. ભારતીય ચલણની અલગ-અલગ દરની અસલ નોટ નંગ-૦૭ કિ.રૂ.૧,૩૧૦/-
3. અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૪ કિ.રૂ.૩૫,૦૦૦/-
4. ટેબલેટ નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/-
5. બ્લ્યુ કલરનું એકસેસ સ્કુટર રજી.નંબર- GJ-04-EF 3989 કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ રૂ.૧,૧૬,૩૧૦/-નો મુદ્દામાલ

આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસઃ-

આરોપી તૌશીફ રફિકભાઇ જમાલભાઇ પરમાર રહે.નવાપરા,ભાવનગરવાળા અગાઉ જી.એસ.ટી.ની ફાઇલો બનાવવાના બોરતળાવ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૦૨૩/૨૦૨૧ ઇ.પી.કો.કલમઃ-૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૮,૪૭૧ વિગેરે મુજબ તથા ભાવનગર,નવાપરા, મહેક એપાર્ટમેન્ટમાં જી.એસ.ટી.ના અધિકારીઓ ઉપર હુમલો કરવાના નિલમબાગ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૫૨૨/૨૦૨૨ ઇ.પી.કો. કલમઃ-૩૫૩,૩૩૨,૧૮૬,૩૨૩,૫૦૪, ૫૦૬ (૨), ૧૪૭,૧૪૮,૧૪૯ તથા જી.પી.એકટ કલમઃ-૧૩૫ મુજબ ના ગુન્હામાં પકડાય ગયેલ છે.

આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ.ઇન્સ.બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,એમ.જે.કુરેશી,વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફનાં ઘનશ્યામભાઇ ગોહિલ,સાગરભાઇ જોગદિયા,મહેન્દ્દભાઇ ચૌહાણ,વિઠ્ઠલભાઇ બારૈયા,સંજયભાઇ ચુડાસમા,અનિલભાઇ રાઠોડ,જગદેવસિંહ ઝાલા,રાજેન્દ્દભાઇ બરબસીયા,પ્રજ્ઞેશભાઇ પંડયા જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેપરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ…

ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલને એક કરોડના અનુદાનનો ચેક અર્પણ કરતા વિસામણભાઈ આહીર

ઉમરાળાના ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલ ને એક કરોડનુ અનુદાન…

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

1 of 388

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *