bhavnagarBreaking NewsGujarat

જૂનાગઢના ચાપરડા ખાતે મહુવાના ઇનોવેટિવ દંપતીએ બનાવેલ રમકડાં રાજ્યકક્ષાના એફ.એલ.એન. રમકડાં પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા.

રાજ્યકક્ષાના એફ.એલ.એન.રમકડાં પ્રદર્શનમાં કુંભણ શાળાના ઇનોવેટિવ શિક્ષક દંપતી રમેશભાઈ બારડ અને શીતલબેન ભટ્ટીના જાતે બનાવેલા રમકડાં લોકોમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર રહ્યાં હતા.ફાઉન્ડેશન લિટરેસી એન્ડ ન્યુમરેસી (FLN) એટલે કે પ્રારંભિક શિક્ષણ અને સંખ્યાજ્ઞાન પ્રદર્શનમાં અંદાજિત ૯૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી.નકામી સાવરણી,કેનના ઢાંકણા,પીવીસી પાઇપના ટુકડામાંથી બનાવેલ હાથ-પગ ચલાવતો ચાડિયો,ચલણ ગાડી અને પેપર કપનું હેલિકોપ્ટર જેવા રમકડાં લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા.

શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય,ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર,જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢ,શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડા ના સંયુક્ત ઉપક્રમે ૫૧ મું રાજ્ય કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ (બાળ વૈજ્ઞાનિક) પ્રદર્શન અને સરકારશ્રીની નિપુણ ભારત રાષ્ટ્રીય પહેલ આનુસંગિક રાજ્યકક્ષાનું એફ.એલ.એન.રમકડાં પ્રદર્શન તા. ૬ થી ૯ સુધી જુનાગઢ જિલ્લાના ચાપરડામાં આવેલ શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે યોજાઈ ગયું.તેમાં ભાવનગર જિલ્લા વતી મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળાના ઇનોવેટિવ શિક્ષક દંપતી રમેશભાઈ બારડ અને શીતલબેન ભટ્ટી દ્વારા જાતે બનાવેલા બાળમાનસ આધારિત આનંદ ઉપજાવનારા રમકડાં રજૂ થયા હતા.

જ્ઞાન સાથે ગમ્મતનો હેતુ ૧૦૦ ટકા સિધ્ધ થતાં બાળકોના રસ,રૂચિ અને વલણો જળવાઇ રહે છે.શિક્ષણની સાર્થકતા વધારવા શૈક્ષણિક રમકડાં ખૂબ જ અસરકર્તા રહે છે.રમકડાંના માધ્યમથી બાળકોને ૭૦ ટકા યાદ રહી જાય છે.બાળકની ક્ષમતા સિધ્ધીમાં દરેક પ્રવૃતિમાં ભાગ લેવાથી વધારો થાય છે.શૈક્ષણિક રમકડાં કુલ ચાર પ્રકારનાં હોય છે જેમાં રેડીમેન્ટ,લો-કોસ્ટ,સ્વ નિર્મિત કે વેસ્ટમાંથી બેસ્ટ નિર્માણ કરેલા મુખ્ય ગણાય છે.બાળક જાતે તૈયાર કરેલા રમકડાંની વિશેષ જાળવણી કરે છે.તેના નિર્માણ વખતે તેની વિવિધ સ્કિલ પણ ડેવલપ થાય છે.પાઠ્યક્રમના છુપાયેલા સિધ્ધાંતને સમજવા આવા શૈક્ષણિક રમકડાં બહુ જ મદદરૂપ થાય છે.વિદ્યાર્થી આવડતા કે ગમતાં વિષય મુજબ શૈક્ષણિક સાધનો પસંદ કરે છે.બાલમંદિર કે પ્રાથમિક શિક્ષણના ધો.૧ થી ૫ કે ઉચ્ચપ્રાથમિકના ધો.૬ થી ૮ ના પાઠ્યક્રમ મુજબ શૈક્ષણિક રમકડાં તૈયાર કરવા જરૂરી છે.દરેક શાળાના શિક્ષકો માટે શૈક્ષણિક રમકડાંનું આગવું મહત્વ હોય છે.

શિક્ષણએ નિરંતર ચાલતી પ્રક્રિયા છે.આ પ્રક્રિયામાં અભ્યાસક્રમને રૂચિપૂર્ણ અને છાત્રોને ગમતું બનાવવા નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ માં પ્રવૃતિ ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.આજ કારણે સમજી શકાય કે શૈક્ષણિક પ્રવૃતિ કરવા સાધનની જરૂર પડે જે આ શૈક્ષણિક રમકડાં ગણાય છે.વર્ગખંડની શૈક્ષણિક પ્રક્રિયામાં આવા રમકડાંનું વિશેષ મહત્વ છે.કોઇપણ વ્યક્તિના જીવનમાં પ્રાથમિક શિક્ષણનું ખૂબ મહત્વ હોય છે,કારણ કે આ જીવનની પાયાની વસ્તુ ગણાય છે.પાયામાં મળેલું શિક્ષણ ચિરસ્થાયી હોવાથી પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા વધારવા શૈક્ષણિક રમકડાંની ભૂમિકા ખૂબ જ અગત્યની છે.પ્રાથમિક શિક્ષણમાં શૈક્ષણિક રમકડાં દ્વારા શીખેલા જ્ઞાન અને ગુણાત્મક સિધ્ધાંતો પોતાના જીવન કૌશલ્યો (લાઇફ સ્કીલ) ખીલવવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.પ્રાથમિક શિક્ષણનો પાયો પાકો કરવા વર્ગખંડમાં શૈક્ષણિક રમકડાંનું વિશેષ મહત્વ છે.

વિજ્ઞાન અને આનંદની અનુભૂતિ કરાવતા આ વિશાળ કાર્યક્રમમાં શ્રી મુક્તાનંદ બાપુ સંસ્થાપક શ્રીબ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડા,શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા મંત્રીશ્રી રાજ્યકક્ષા- સંસદીય બાબતો- પ્રાથમિક,માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ,શ્રી હરેશભાઈ ઠુંમર પ્રમુખશ્રી જિલ્લા પંચાયત જુનાગઢ,શ્રી દેવાભાઈ માલમ ધારાસભ્યશ્રી કેશોદ,શ્રી ભગવાનભાઈ કરગઠીયા ધારાસભ્યશ્રી માંગરોળ,શ્રી રાજેશભાઈ ચુડાસમા સાંસદશ્રી જુનાગઢ,શ્રી સંજયભાઈ કોરડીયા ધારાસભ્યશ્રી જુનાગઢ,શ્રી અરવિંદભાઈ લાડાણી ધારાસભ્યશ્રી માણાવદર,શ્રી અજયભાઈ ગુડકા ટ્રસ્ટ્રી શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડા,શ્રી અનિલ રાણાવસીયા કલેક્ટર શ્રી જુનાગઢ,શ્રી હર્ષદ મહેતા પોલીસ અધિક્ષક શ્રી જુનાગઢ,શ્રી મિરાંત પરીખ ડીડીઓ શ્રી જુનાગઢ,ડો.જગદીશ ત્રિવેદી હાસ્ય કલાકાર,શ્રી રમેશભાઈ પંડ્યા વૈજ્ઞાનિક ઈસરો શ્રી ગિજુભાઈ ભરાડ શિક્ષણશાસ્ત્રી,શ્રી હિરેનભાઈ ભટ્ટ આચાર્ય ડાયટ જુનાગઢ,ડી. એસ. પટેલ નિયામક જીસીઈઆરટી ગાંધીનગર સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાલીતાણા પીએનઆર શાહ મહિલા કોલેજની વિદ્યાર્થીની બેહાનો રનર્સ અપ બની પાલીતાણા તેમજ પાલીતાણા કોલેજનું નામ રોશન કર્યું

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આંતર કોલેજ કબડી બહેનોની સ્પર્ધા…

જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા શ્રી, ધર્મિષ્ઠાબેન દવે દ્વારા ઈરા ઈન્સ્ટિટ્યૂટ ખાતે નારી પ્રતિષ્ઠા સેમિનાર

તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ શનિવારના રોજ પાલીતાણાના સરકારી હોસ્પિટલની સામે, તળેટી રોડ…

1 of 357

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *