ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા દિવ્યાંગતા ધરાવતા (PwDs)ને મતદાર ઓળખ અને નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવા અનેક સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે.મતની પ્રક્રિયા વધુ સરળ કરવા ૪૦%થી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકો માટે “સક્ષમ (Saksham)” એપ હાલમાં કાર્યરત છે.
સક્ષમ એપ દિવ્યાંગતા ધરાવતા લોકોને મતદાનના દિવસે વ્હીલચેર માટે વિનંતી કરવાની સુવિધા અર્પણ કરે છે એટલું જ નહીં સાથોસાથ દિવ્યાંગોને મતદાન મથક શોધવા,મત આપવા માટે નોંધણી કરાવવા વગેરે સંખ્યાબંધ સુવિધાઓ શક્ષમ એપ પ્રદાન કરે છે.
સક્ષમ એપ પર નોંધણી કરાવી ૪૦% થી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકો મતદાન મથકે આસિસ્ટન્ટ,વ્હીલચેર વગેરે સુવિધા પ્રાપ્ત કરી શકેશે.આ એપ પર ટેક્સ્ટ-ટુ-સ્પીચ અને વોઈઝ અસિસ્ટન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે જે દ્વારા દિવ્યાંગ લોકો નોંધણીમાં પોતાનું નામ સાથોસાથ નવા દિવ્યાંગ મતદારો નોંધણી કરાવી શકશે.
ભાવનગરમાં સામાજિક સંસ્થાની સહાય દ્વારા દિવ્યાંગોને આ સુવિધા વિષે જાણકારી આપવામાં આવશે અને વધુ જાગૃત કરવામાં આવશે.ભાવનગરમાં ૪૦% થી વધારે દિવ્યાંગતા ધરાવતા નાગરિકોને મત કરવાની પ્રક્રિયામાં મળશે સહાય.