Latest

બોટાદ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે બોટાદ જીલ્લા મીડીયા વિભાગના હોદ્દેદારોની બેઠક યોજાઈ

તાજેતરમાં પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા બોટાદ જીલ્લા મીડીયા વિભાગ ટીમની નિમણુંક કરાઈ હતી. જેમાં બોટાદ જીલ્લા મીડીયા વિભાગ ના નવા વરાયેલા હોદ્દેદારોની ભાજપ મિડિયા વિભાગ સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર સુરેશભાઈ માંગુકીયા, ભાવનગર બોટાદ લોકસભા સીટ મિડિયા વિભાગ પ્રભારી સુરેશભાઈ પરમાર અને સાવનભાઈ પંડયા તેમજ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલની ઉપસ્થિતિ માં બોટાદ શહેરના ગઢડા રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે ૩ ફેબ્રુઆરીના રોજ એક બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા બોટાદ જીલ્લા મીડીયા વિભાગના નવનીયુકત હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર પિયુષભાઈ શાહ દ્વારા કાર્યક્રમ નું સંચાલન અને વિજયસિંહ ચુડાસમા, હર્ષદભાઈ ડાવરા તેમજ ચિરાગભાઈ બોટાદરા એ ઉપસ્થિત મહેમાનોનું ખેસ પહેરાવી સન્માન કર્યું હતું

તો બોટાદ જિલ્લાના તેમજ બરવાળા રાણપુર ગઢડા બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના નવનિયુક્ત કન્વીનર સહ કન્વીનરો તેમજ બોટાદ ગઢડા અને ધંધુકા વિધાનસભા બેઠકના કન્વીનર સહ કન્વીનરો સહિતના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી કાર્યક્રમો અને સંગઠનને લગતા કાર્યો અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા માનવતાની મિસાલ

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મેઘરાજાએ આ વખતે ધમાકેદાર બેટિંગ કરી છે. પ્રથમ વરસાદી…

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહેરાત

​બોટાદ: આગામી ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની ચૂંટણીઓના માહોલ વચ્ચે સામાજિક સંગઠનોમાં…

1 of 138

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *