અસામાજિક તત્ત્વો દ્વારા સરકારી વાહન પર પત્થરમારો કરાતા યાત્રિકો માં ભય ફેલાયો….
હુમલો કરનાર તત્વો પર કડક કાર્યવાહી કરવા માંગ….
બનાસકાંઠા જિલ્લા ના અંબાજી નજીક પાન્છાઅને ધાબાવાળી વાવ ગામ વચ્ચે આજ રોજ સરકારી એસ. ટી.બસ પર ધોળા દિવસે પત્થરમારો થયો હતો.
અંબાજી થી બપોર ના સુમારે નીકળેલ અને પાલનપુર તરફ જતી લોકલ એસ.ટી.બસ પર પાન્સા અને ધાબાવાળી ગામ વચ્ચે ના વિસ્તાર માં કોઈ અસામાજિક તત્વોએ પથ્થર વડે હુમલો કર્યો હતો.જેમાં બસ ના આગળ ના ભાગે પત્થર મરાતા બસ ની મુખ્ય વિંડશિલ્ડ તૂટી જવા પામી હતી.
ચાલુ બસ માં સામે થી અચાનક પથ્થર વડે હુમલો થતા ડ્રાઈવર સહિત બસ માં બેઠેલ તમામ પેસેન્જર ગભરાઈ ગયા હતા.એકાએક ચાલુ બસ માં પથ્થર આવતા કાચ તૂટતાં ડ્રાઈવરે બસ રોકી બહાર નીકળી તપાસ અર્થે બહાર નીકળ્યા હતા.પરંતુ આસ પાસ કોઈ જોવા મળ્યું નથી.
મુખ્યત્વે આદિવાસી વસ્તી ધરાવતા આ વિસ્તાર માં ઘણા વર્ષો પહેલા સાંજ ના સુમારે પથ્થરમારા ની ઘટનાઓ સર્જાતી હતી.ત્યારે આજ રોજ દિવસ દરમિયાન બનેલ ઘટના થી યાત્રિકો માં ભય નો માહોલ સર્જાયો છે. ઘટના બનતા તાત્કાલિક અંબાજી પોલીસ સ્ટેશને જાણ કરાઇ હતી.અને હુમલો કરનાર તત્વો વિરુદ્ધ શોધખોળ અને કાર્યવાહી કરવા ની દિશા માં પોલીસ હાલ કામ કરી રહી છે.
રિપોર્ટર.અમિત પટેલ અંબાજી