બનાસકાંઠા જિલ્લાના વિવિઘ તાલુકાઓ મા દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં તમાકુ – ગુટકા જેવી વસ્તુઓ વેચવાના બહાને નિયમોનું પાલન કરવામાં આવતું નથી, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ ની ટીમ દ્રારા દાંતા તાલુકા ના હડાદ મુકામે જ્યાં ગેરકાયદે તમાકુ અને તેની બનાવટનું વેચાણ કરતા દુકાનો, લારીગલ્લા તથા પાન પાર્લર તમેજ જથ્થા બંધ દુકાન ના વેપારીઓની તપાસ કરી વેપારીઓ સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી .
જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી.ડૉ સંજય સોલંકી ,જિલ્લા અપેડેમીક મેડીકલ ઓફીસર શ્રી.ડૉ જે.એચ. હરિયાણીની સુચનાથી દાંતા તાલુક ના આરોગ્ય અધિકારી શ્રી. ડૉ કિરણ ગમાર જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ સંયુક્ત ઉપક્રમે હડાદ ખાતે ગામના નાના-મોટા વેપારીઓ પાન-ગલ્લા તમાકુ વેચતા ધારકોની જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરીને 32 જેટલા દુકાન ધારકો પાસેથી રૂપિયા 3150 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
:- દુકાનોમાં સ્ટીકર લગાવવામાં આવ્યા :-
વેપારીઓ દ્વારા તમાકુથી કેન્સર થાય છે અને 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને તમાકુનું વેચાણ તેમજ ખરીદીએ દંડનીય ગુનો બને છે, એવું લખાણ સાથે નિર્દેશ આરોગ્ય વિશે ચેતવણી વાળા સ્ટીકરો દુકાનોમાં લગાવવામાં આવ્યા હતા.જેમાં જિલ્લા પંચાયતના તમાકુ નિયંત્રણ સેલ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી