ભાવનગરના જાણીતા ફોટોગ્રાફર અજયસિંહ જાડેજા સતત ૧૫ વર્ષથી ટ્રાફિક ઓવરને ક્ષેત્રે કામ કરી રહ્યા છે ત્યારે તેઓ દ્વારા નેશનલ રોડ સેફટી મંથ નિમિત્તે ગુજરાતના છ શહેરોમાં ટ્રાફિક પ્રદર્શન યોજીને રેકોર્ડ નોંધાયો છે.જેમાં અંદાજિત ૨૦ લાખ લોકોએ રોડ સેફટી અંગેનું પ્રદર્શન નિહાળ્યું હતું.
અજયસિંહ જાડેજા દ્વારા ૧૫ જાન્યુઆરી ૨૦૨૪ થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી એક મહિનામાં ગુજરાતનાં છ શહેરો ભાવનગર,બોટાદ,રાજકોટ ગ્રામ્ય,પોરબંદર,ગીર સોમનાથ અને સુરત ખાતે ટ્રાફિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં ૨૦ લાખથી વધુ લોકોએ આ પ્રદર્શનનો લાભ લીધો હતો અને રોડ સેફટી અંગેના નિયમોની જાણકારી મેળવી હતી. જેથી ગ્લોબલ રેકોર્ડ જી.આર.આર.એફ. ફાઉન્ડેશન દ્વારા સર્ટિફીકેટ આપીને સન્માન પ્રાપ્ત થયું છે.
અજયસિંહ જાડેજાને ગુજરાત સરકાર દ્વારા સતત બે વખત ૨૦૧૯ અને ૨૦૨૨ મા ₹1,00,000 નો રોડ સેફ્ટી એવોર્ડ એનાયત થયો છે. તેઓને ૨૦૧૩ મા તેઓનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડમાં તેમજ અલગ અલગ સાત નેશનલ બુકમાં નામ નોંધાયું છે ૨૦૨૦ મા રોડ સેફ્ટી નિમિત્તે ભાવનગરના ખોડીયાર મંદિર ખાતે ૧૨૦૦ ફૂટ લાંબુ પ્રદર્શન યોજવા માટે પણ ભાવનગર પોલીસને આ એવોર્ડ મળ્યો હતો.
અજયસિંહ જાડેજા દ્વારા આજ સુધીમાં ૨૦૦ થી વધારે શાળા કોલેજ અને સંસ્થાઓમાં ટ્રાફિક અવરનેસ માટે સેમિનારો યોજાયા છે તેઓ દ્વારા પ્રદર્શનનો ટ્રાફિક રથ અને ટ્રાફિકને લગતા અકસ્માતથી બચો પુસ્તકો પણ લખાયા છે.