bhavnagar

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળ પ્રેરિત સાંસદ મહિલા ખેલ મહોત્સવનો પ્રારંભ

ભાવનગર બોટાદ સંસદીય બેઠક માટે યોજાયેલ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળ પ્રેરિત સાંસદ મહિલા ખેલ મહોત્સવનો પ્રારંભ સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવ્યો હતો.

સાંસદ શ્રી ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, દેશમાં મહિલાઓમાં રહેલ વૈશ્વિક ખેલ કૌશલ્ય વિકસાવવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ રહેલી છે, જેના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળ ના માર્ગદર્શન સાથે સાંસદ મહિલા ખેલ મહોત્સવનું આયોજન થયું છે.

ભાવનગર બોટાદ સંસદીય બેઠકમાં ભાવનગર શહેર સાથે તમામ તાલુકા વિસ્તારના કેન્દ્રો પર કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ ખાતર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના નેતૃત્વ માર્ગદર્શન સાથે આજથી સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ થયો છે.

ભાવનગર અને બોટાદ વિસ્તારના મહિલાઓ માટે યોજાયેલ આ ખેલ મહોત્સવ માં વ્યક્તિગત અને ટીમ એ બે ભાગમાં આયોજન કરવામાં આવેલ છે જેમાં વ્યક્તિગત રમતોમાં કુલ ૨૯૪૫ બહેનો તથા ટીમ રમતોમાં બહેનોની કુલ ૪૦૩ ટીમોનું રજીસ્ટ્રેશન થયેલ છે.

આજરોજ તા. 2 ના રોજ ટીમ રમતો જેવી કે ખો-ખો, રસ્સા ખેંચ, વોલીબોલ, કબડ્ડી, નારગેલ તેમજ તા. 3 ના રોજ વ્યક્તિગત રમતો લાંબીકુદ, ગોળાફેંક, ૧૦૦ મીટર દોડ, લીંબુ ચમચી, યોગાસન, સંગીત ખુરશી ની રમતોનું આયોજન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં મેયરશ્રી ભરત ભાઈ બારડ, ડેપ્યુટી મેયરશ્રી મોનાબેન પારેખ, ધારાસભ્યશ્રી સેજલબેન પંડ્યા, આગેવાન શ્રી અભયસિંહ ચૌહાણ, શ્રી રાજેશ ભાઈ ફાળકી, શ્રી ધીરુભાઈ શિયાળ, શ્રી રાજીવભાઈ પંડ્યા, શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, શ્રી ધર્મિષ્ઠાબેન દવે, શ્રી કોમલબેન માંગુકીયા સહિત કાર્યકર્તાઓ, અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રેરણા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ પર પક્ષી બચાવ સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે. પતંગોત્સવના આ આનંદમય દિવસોમાં મોટાભાગે સૌ કોઈ…

વલભીપુરના દિવંગત શિક્ષક દીપકભાઈ જયપાલની ઉત્તરક્રિયામાં રક્તદાનનો અનોખો સેવાયજ્ઞ: ૮૦ બોટલ લોહી એકત્ર થયું

શોકને સેવામાં બદલતા જયપાલ પરિવારની નવી પહેલ; દિવંગત શિક્ષકની સ્મૃતિમાં સ્નેહીજનો…

વલભીપુરના યુવા અગ્રણી બ્રીજરાજસિંહ ગોહિલના ૩૯મા જન્મદિનની અનોખી ઉજવણી: સેવાનો ત્રિવેણી સંગમ રચાયો

​શાંતિનિકેતન શાળાના ભૂલકાઓ સાથે પતંગ-ચીકીનું વિતરણ કરી કેક કાપી ઝૂંપડપટ્ટીના…

આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં રાજ્યપાલ, કેન્દ્રિય મંત્રી, ખેલાડીઓ સહિત ખ્યાતનામ હસ્તીઓ જોડાશે

૧૩મી જાન્યુઆરીથી ત્રણ દિવસ હણોલ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમોની…

1 of 71

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *