પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ શ્રી પી.બી.જેબલીયા,શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૦૬/૦૩/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.પોલીસ સ્ટાફનાં માણસો મહુવા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન પો.કો.ભદ્દેશભાઇ પંડયા તથા તરૂણભાઇ નાંદવાને બાતમી મળેલ કે,કુબેરબાગ,નુતનનગર ઘંટીવાળા ખાંચામા રહેતો ચેતનભાઇ ગોવીંદભાઇ મકવાણા રહે.મહુવાવાળા તેના મકાનમાં ઇગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે.જે મળેલ માહિતી આધારે રેઇડ કરતા નીચે મુજબનો આરોપી નીચે મુજબના અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક નાની-મોટી બોટલો સાથે હાજર મળી આવેલ.તેના વિરૂધ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આ કામનાં આરોપીઃ-
1. ચેતનભાઇ ગોવીંદભાઇ મકવાણા ઉ.વ.૨૬ રહે.ઘંટીવાળા ખાંચામાં, નુતનનગર, કુબેરબાગ,મહુવા
2. વિક્રમસિંહ રણજીતસિંહ ચૌહાણ રહે.મોટા ખુંટવડા તા.મહુવા જી.ભાવનગર (પકડવાના બાકી આરોપી)
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. રોયલ સ્ટેગ સુપીરીયર વ્હીસ્કી ૧૮૦ ML પંજાબ બનાવટની કંપની સીલપેક બોટલ નંગ-૧૧ કિ.રૂ.૧,૧૦૦/-
2. બેગપાઇપર ડીલકસ વ્હીસ્કી ૧૮૦ ML દમણ બનાવટની કંપની સીલપેક બોટલ નંગ-૧૮૮ કિ.રૂ.૧૮,૮૦૦/-
3. બેગપાઇપર ડીલકસ વ્હીસ્કી ૧ લી. મહારાષ્ટ્ર બનાવટની કંપની સીલપેક બોટલ નંગ-૧૮ કિ.રૂ.૭,૨૦૦/- મળી કુલ કિં.રૂ.૨૭,૧૦૦/-નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ શ્રી પી.બી.જેબલીયા,વી.વી.ધ્રાંગુ,એમ.જે.કુરેશી સ્ટાફનાં અશોકભાઇ ડાભી,તરૂણભાઇ નાંદવા,મહેન્દ્દસિંહ સરવૈયા,ભદ્દેશભાઇ પંડયા,પીનાકભાઇ બારૈયા