વડોદરા, સંજીવ રાજપૂત: સતત 12 એવોર્ડ ની ભવ્યાતિભવ્ય સફળતાના શિખરો સર કર્યા બાદ ગુજરાત સિને મીડિયા એવોર્ડ એટલે કે જીસીએમએ પરિવાર દ્વારા સોશ્યલ મીડિયા ઈનફ્લુએન્સર એવોર્ડ 2024 નું અદભુત આયોજન સંસ્કારી નગરી વડોદરા ના આંગણે કરવામાં આવ્યું.
2018 થી અત્યાર સુધી અલગ અલગ ક્ષેત્ર ના 3000 થી કલાકાર/પત્રકાર/સમાજ સેવકો/ શિક્ષણવિદ/બિઝનેસમેનનું સન્માન કરાયા બાદ GCMA ટીમ દ્વારાનવીન સાહસ કરી ઈનફ્લુએન્સર મિત્રોને સન્માનિત કરવાનું આનોખું આયોજન કરવા માં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્ય ના ખૂણે ખૂણા થી આવનાર ઈનફ્લુએન્સર હાજર રહ્યા હતા જેમાં લોકચાહના મેળવેલ ટીમલી કવિન તરીકે પ્રખ્યાત પારુલ રાઠવા પણ ઉપસ્થીત રહ્યા હતા.
આ કાર્યક્રમના આયોજક અમિત પટેલ દ્વારા પત્રકારત્વ ક્ષેત્રમાં પોતાનો સિંહફાળો આપતા અને સતત કાર્યરત રહેતા એવા તંત્રીઓ, પત્રકારો જેમાં ટીવી9 ગુજરાત, એસ9 ન્યૂઝ અને માં ન્યૂઝ લાઈવના પત્રકાર સંજીવ રાજપૂત, ન્યાય દર્શન દૈનિકના તંત્રી સુરેશ પટેલ, ગારીયાધર એકસપ્રેસના તંત્રી હેમરાજસિંહ વાળા, મહીસાગર સમયના તંત્રી બ્રિજેશ પટેલ અને સંજય ઝાલા, કેએસ ન્યૂઝના અમિતભાઈ, મિતેષ તળવી સહિતને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમના આયોજક અમિત દિનેશભાઈ પટેલ- દ્વારા સતત મહેનત કરતા નાનામાં નાના વ્યક્તિને માન સન્માન મળે અને જે ફિલ્ડ માં કાર્ય કરે છે તે ફિલ્ડમાં વધુ સારું કામ કરવાની પ્રેરણા મળી રહે તેવા ઉમદા ઉદ્દેશ થકી નવીન સાહસના સ્વરૂપે આ અનોખું આયોજન કરવા માં આવ્યું હતું.