Ahmedabad

ભારતીય તટરક્ષક દળ દ્વારા સમુદ્રી શોધ અને બચાવ કવાયત હાથ ધરવામાં આવી

અમદાવાદ, સંજીવ રાજપૂત: હેડક્વાર્ટર, નંબર 1 તટરક્ષક દળ ડિસ્ટ્રિક્ટ (દક્ષિણ ગુજરાત, દમણ અને દીવ) દ્વારા 19 માર્ચ 2024ના રોજ પ્રાદેશિક સ્તરની સમુદ્રી શોધ અને બચાવ સેમિનાર/વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

તમામ મેરીટાઇમ હિતધારકો દ્વારા મેરીટાઇમ SARને પ્રતિભાવ આપવા માટે સ્થાપિત કરવામાં આવેલી પ્રક્રિયાઓ અને નીતિઓ ફરી માન્યતા આપવા અને મેરીટાઇમ SARની તાલીમ પર સંસાધન એજન્સીઓ, સાધનો, સંચાર પ્રક્રિયાઓ અને અસરકારકતાની તૈયારી અને એકીકરણ ચકાસવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા વહીવટી તંત્ર, સ્પેસ એપ્લિકેશન સેન્ટર (ઇસરો), GMB, ખાનગી બંદરો, VTS કચ્છ અને મત્સ્યોદ્યોગના અધિકારીઓના સહિત વિવિધ હિતધારકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન, મજબૂત વ્યવસ્થાતંત્રને ધ્યાનમાં રાખીને સમુદ્રી શોધ અને બચાવને લગતી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ સમુદ્રી શોધ અને બચાવના બહુ-પરિમાણીય મુદ્દાની ચર્ચાને આગળ ધપાવવામાં આવી હતી જેમાં સમુદ્રમાં લોકોના જીવનની સલામતી સુનિશ્ચિત કરવા માટે દરિયા કિનારાઓમાં સમન્વયિત પ્રયત્નો અને વિશ્વાસ મેળવવા માટે હિતધારકો વચ્ચે નિયમિત ક્રિયાપ્રતિક્રિયા અને સંકલનનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. સમુદ્ર/બંદર અંગે આપવામાં આવેલા ઓપરેશન ડેમો દરમિયાન, હાઇ સ્પીડ ડેમો, SAR કામગીરીઓ વગેરે જેવી વિવિધ શ્રેણીઓ તમામ હિતધારકો દ્વારા જોવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે

શહેરમાં શિસ્તબદ્ધ ટ્રાફિક માટે 4 એપ્રિલથી ખાસ અભિયાન શરૂ અમદાવાદ, સંજીવ રાજપૂત,…

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ખાતે વસ્ત્ર મંત્રાલય ના સહયોગે ભારતીય…

રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી…

અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (SJAG)…

1 of 32

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *