પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા એલ.સી.બી.ના અધિકારી/સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની તથા નારકોટીકસને લગતી ગેરકાયદેસરની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૨૪/૦૩/૨૦૨૪નાં રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે,હિંમતભાઇ ઉર્ફે ભડુ બાબુભાઇ ચુડાસમા રહે.ઘાંઘળી (નવુ પરૂ) આમલી ફળી વાળી શેરી,તા.શિહોર જી.ભાવનગર વાળાએ પોતાના કબ્જા ભોગવટાના ઘરમાં ગાંજો તથા ચરસ રાખી વેચાણ કરે છે.જે બાતમી આધારે રેઇડનું આયોજન કરી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં માણસ પાસેથી નીચે મુજબનો ચરસ તથા ગાંજાનો જથ્થો મળી આવેલ.જે અંગે તેના વિરૂધ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એકટની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ
પકડાયેલા આરોપી હિંમતભાઇ ઉર્ફે ભડુ બાબુભાઇ ચુડાસમા રહે.ઘાંઘળી (નવુ પરૂ) આમલીફળીવાળી શેરી,તા.શિહોર જી.ભાવનગર
રેઇડ દરમિયાન કબ્જે કરેલ મુદ્દામાલ
1. ચરસની ગોળીઓ નંગ-૧૦૪ વજન-૩.૬૮૪ કિ.ગ્રા. કિ.રૂ.૫,૫૨,૬૦૦/-
2. વનસ્પતીજન્ય ગાંજાની ભુકી વજન-૧.૫૨૨ કિ.ગ્રા. કિ.રૂ.૧૫,૨૨૦/-
3. ખાખી સેલોટેપવાળા પેકેટ તથા પારદર્શક પ્લાસ્ટીકવાળા ખાલી પેકેટ્સ કિ.રૂ.૦૦/-
4. ગાંજાની ભુકી ભરેલ પારદર્શક પ્લાસ્ટીકની કોથળી કિ.રૂ.૦૦/-
5. કાળા કલરનો સેમસંગ કંપનીનો સાદો કીપેડવાળો મોડલ નં.SM-B310Eવાળો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦/-
6. આરોપીના નામનું આધારકાર્ડ કિ.રૂ.૦૦/-મળી કુલ કિ.રૂ.૫,૬૮,૩૨૦/-નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર તથા સ્ટાફના ઘનશ્યામભાઇ ગોહિલ,સાગરભાઇ જોગદીયા,મહેન્દ્રભાઇ ચૌહાણ,હિતેશકુમાર મકવાણા,વિઠ્ઠલભાઇ બારૈયા,સંજયભાઇ ચુડાસમા,અનિલભાઇ સોલંકી,રાજુભાઇ બરબસીયા,હેમરાજભાઇ ચારડિયા જોડાયાં હતાં.