bhavnagarBreaking NewsCrimeGujarat

સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઠગાઇ કરવાના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા એલ.સી.બી.ના અધિકારીઓ/માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/ કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

તા.૨૫/૦૩/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.નાં માણસો શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપીની તપાસમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ.બાબાભાઇ હરકટ તથા પો.કો.એજાજખાન પઠાણને બાતમીરાહે હકિકત મળેલ કે,સુરત શહેર,સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઠગાઇના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી ધવલભાઇ કનુભાઇ સરવૈયા રહે.શિહોર જી ભાવનગરવાળો શિહોર બસ સ્ટેન્ડ ખાતે ઉભો છે.જે બાતમી આધારે તપાસ કરતાં નીચે મુજબનાં નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેની પુછપરછ કરતા નીચે મુજબના ગુનામાં નાસતાં-ફરતા હોવાનું જણાવતા કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી સુરત શહેર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ.

નાસતાં-ફરતાં પકડાયેલ આરોપીઓ ધવલભાઇ કનુભાઇ સરવૈયા ઉ.વ-૩૨ રહે પ્રગટનાથઢાળ કાશીબાવાનો ઢોરો,સિહોર તા સિહોર જી ભાવનગર
પકડવાના બાકી ગુન્હાની વિગત સુરત શહેર,સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૧૦૬૨૨૩૦૩૩૪ ઇ.પી.કો.કલમઃ-૪૨૦,૧૨૦ બી મુજબ
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા પો.સબ.ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફનાં અનિરૂધ્ધસિંહ ગોહિલ,બાબાભાઇ હરકટ,હરિચંદ્દસિંહ દિલુભા,એજાજખાન પઠાણ જોડાયાં હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

કુળદેવી અને માતાશ્રીના આશીર્વાદ સાથે હાલારની દીકરી ગણાતા પૂનમબેન માડમએ ઉમેદવારીપત્ર ભર્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા આજે ઉમેદવારી…

પાલીતાણા તાલુકાના માલપરાથી તળાજા ને જોડતો બાયપાસ માર્ગ ની સર્વેની કામગીરી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી

સાત કિલોમીટર નો લાંબો બાયપાસ નો સર્વે કાઢતા પાંચ ગામના ખેડૂતો દ્વારા ડેપ્યુટી…

1 of 369

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *