વ્યારા-તાપી: વ્યારાના પો. હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને 10 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા છે. બનાવની વિગત જોઈએ તો વ્યારા પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા યશવંત સોનુભાઈ પરમાર ફરિયાદી પોતાની મહિન્દ્રા મેક્સ ગાડી લઈને પોતાના ઘેર જઈ રહ્યા હતા ત્યારે પો. કર્મી દ્વારા તેમની કાર અટકાવવામાં આવેલી અને ગાડી પોતાને ઘેર મુકાવી સાગી લાકડાની હેરાફેરીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ગાડી છોડાવવા માટે 1.5 લાખની રકમની માંગણી કરી હતી વાટાઘાટો ને અંતે 50 હજાર ની રકમ નક્કી થતા ફરિયાદી દારા 40 હજાર આપી ગાડી પરત આપેલી અને બાકીના 10 હજાર ન આપે તો ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા ન માંગતા તેમને નવસારી એસીબીનો સંપર્ક કર્યો હતો જેથી એન પી ગોહિલ મદદનીશ નિયામક સુરતના માર્ગદર્શન હેઠળ ટ્રેપિંગ અધિકારી બી જે સરવૈયા તેમજ નવસારી એસીબી પો સ્ટેશન અને સ્ટાફ દ્વારા છટકું ગોઠવી તાપી જિલ્લા સેવા સદન થી મુસા ગામ તરફ જતા જાહેર રોડ પર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

















