પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ દ્વારા ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
જે અનુસંધાને ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં નાસતા-ફરતાં આરોપીઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે,દાઠા પોલીસ સ્ટેશનમાં આરોપીઓએ સહ આરોપી સ્ત્રી પાસે ફરિયાદીને વિડીયોકોલ કરાવી સ્ક્રીન શોટ પાડી ફરિયાદીને ધાક ધમકી આપી બળજબરીથી કઢાવી લેવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી અનિલભાઇ રાઘવભાઇ રંગપરા રહે.હાલ-ગુજરાત હાઉસીંગ,જુની બોમ્બે માર્કેટની સામે,સુરત,મુળ ગામ-ગઢડા,જી.બોટાદ વાળો નારી ચોકડી રોડ ઉપર ઉભો છે.જે બાતમીવાળી જગ્યાંએ તપાસ કરતાં નીચે મુજબનો નાસતો-ફરતો આરોપી હાજર મળી આવતાં તેને ઝડપી લઇ દાઠા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
નાસતાં-ફરતાં પકડાયેલ આરોપી:-અનિલભાઇ રાઘવભાઇ રંગપરા ઉ.વ.૨૭ ઘંઘો-મજુરી/હીરાઘસવાનો રહે.હાલ-રૂમ નં.૧૩૮,બીજા માળે, ગુજરાત હાઉસીંગ,જુની બોમ્બે માર્કેટની સામે,સુરત શહેર,મુળ ગામ-ગઢડા,તા.ગઢડા,જી.બોટાદ
કરેલ ગુન્હો:-દાઠા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૪૨૩૦૨૫૭/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ-૩૮૫,૫૦૭,૧૧૪,મુજબ.
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર,તથા પોલીસ કર્મચારી ભયપાલસિંહ ચુડાસમા,ચન્દ્રસિંહ વાળા,ઇમ્તિયાઝભાઇ પઠાણ,અલ્ફાઝભાઇ વોરા,મહેશભાઇ કુવાડીયા,નિલમબેન મકવાણા