શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે આ શક્તિપીઠ અરવલ્લીની ગિરિમાળાઓમાં રાજસ્થાન અને ગુજરાતની સરહદ ઉપર આવેલું છે અંબાજી ખાતે મા અંબા નું મંદિર આવેલું છે આ સિવાય અન્ય ભગવાનના પણ મંદિર આવેલા છે
પણ સાથે સાથે અંબાજીમાં પૂજનીય સંતો ના પણ આશ્રમ આવેલા છે. એક આશ્રમ સ્વ. મગન રામ મહારાજ અને સ્વ.ખેમીબા મહારાજનો બાલાજી નગરમાં આવેલો છે. 44 મી નિર્વાણ તિથિ મગનરામ મહારાજની અને 13 નિર્વાણ તિથિ ખેમીમાં મહારાજની હોઈ તેમના ભક્તો દ્વારા સંત મેળાવડો અને ભજન કીર્તન સહિત અનેકો પ્રોગ્રામ યોજાયા હતા.
અંબાજી બાલાજી નગર મા આવેલા આશ્રમ થી ઘોડા, ઉંટ, બગી, ડીજે, બાળાઓ સાથે ભક્તો ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રા સમગ્ર અંબાજીમાં નગર ભ્રમણ કરીને મહાદેવીયાવાળી ધર્મશાળામાં પહોંચી ત્યારે ગુજરાત અને ગુજરાત બહારથી આવેલા પૂજનીય સંતોનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંત મેળાવડો પણ યોજાયો હતો. સમગ્ર ભક્તો માટે ભોજન ભંડારો પણ યોજાયો હતો અને રાત્રી દરમિયાન ભજન કીર્તન કાર્યક્રમ પણ યોજાયો હતો. દર ગુરુવારે આશ્રમમાં ભજન કીર્તન થાય છે.
રિપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી