bhavnagarBreaking NewsCrimeGujarat

રોકડ રૂ.૧૫,૫૦૦/- સહિત કુલ કિં.રૂ.૨૫,૫૦૦/-ના મુદ્દામાલ સાથે ઓનલાઇન ક્રિકેટ મેચ ઉપર હારજીતનો જુગાર રમાડતા ઇસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ આગામી લોકસભાની ચુંટણીને ધ્યાને રાખી ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને સખત સુચના આપેલ.

તા.૦૭/૦૪/૨૦૨૪નાં રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન એલ.સી.બી.ના પો.હેડ કોન્સ.ભદ્દેશભાઇ પંડયા તથા પો.કો. તરૂણભાઇ નાંદવાને સંયુકત બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર,લોંગીયા ગામે આવેલ મીના હોટલની સામે જાહેર જગ્યામાં ઉભા રહીને નટુભાઇ જોધાભાઇ બારૈયા રહે.મહુવા જી.ભાવનગરવાળા મોબાઇલ ફોનમાં ઓનલાઇન એપ્લીકેશન ડાઉનલોડ કરી તેમાં આઇ.ડી.માં લોગીન થઇ I.P.L. ૨૦-૨૦ મુંબઇ ઇન્ડિયન્સ તથા દિલ્હી કેપીટલ્સની ક્રિકેટ મેચ ઉપર હારજીતનો સટ્ટો રમે છે.જે બાતમી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસ જુગાર રમતા પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ બગદાણા પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

આરોપીઓઃ-
1. નટુભાઇ જોધાભાઇ બારૈયા ઉ.વ.૩૭ ધંધો-મજુરી રહે.પ્લોટ નંબર-૧૪,ભારતનગર,મહુવા જી.ભાવનગર
2. પારસભાઇ શૈલેષભાઇ ગુંદાણી રહે.મહુવા જી.ભાવનગર (પકડવાના બાકી)
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. પારદર્શક કવર ચડાવેલ કાળા કલરનો રીયલમી કંપનીનો મોબાઇલ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/-
2. રોકડ રૂ.૧૫,૫૦૦/- મળી કુલ રૂ.૨૫,૫૦૦/-નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી એમ.જે.કુરેશી તથા અશોકભાઇ ડાભી,ભદ્દેશભાઇ પંડયા,તરૂણભાઇ નાંદવા,મહેન્દ્દસિંહ સરવૈયા,પ્રજ્ઞેશભાઇ પંડયા જોડાયાં હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

1 of 433

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *