bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો કુલ કિ.રૂ.૭,૭૫,૦૦૦/-ના વાહનો સાથે કુલ-૦૩ ઇસમોને ઝડપી પાડી રીક્ષા ચોરીના ચાર ગુન્હાઓ શોધી કાઢયાં

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ તથા વાહન ચોરીઓના ગુન્હાઓ બનવા પામેલ હોવાથી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા એલ.સી.બી.ના અધિકારી/ કર્મચારીઓને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરી,વાહન ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

તા.૦૮/૦૪/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ઉપરોકત સુચના આધારે ભાવનગર સીટી વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,સોહિલ ઉર્ફે લંબુ બુખારી રહે.કવાર્ટર નબર-૨૭,શેરી નંબર-૦૮,માઢીયા રોડ,કુંભારવાડા,ભાવનગર તથા મોહસીન વ્હોરા રહે.પેટલાદ,આણંદ તથા વિંદાકુંવર કરીનાકુંવર રહે.કતાર ગામ,સુરત હાલ-માઢીયા રોડ,કુંભારવાડા,ભાવનગરવાળાઓ સોહિલ ઉર્ફે લંબુનાં રહેણાંક મકાન પાસે બજાજ કંપનીની CNG રીક્ષા-૦૫ તથા બ્લ્યુ કલરનું એકસેસ સ્કુટર સાથે ઉભા છે.જે તમામ રીક્ષા તથા સ્કુટર તેઓ કયાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકા છે.તેઓ આ વાહનો વેચાણ કરવાની તૈયારીમાં છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસો નીચે મુજબના શંકાસ્પદ વાહનો સાથે હાજર મળી આવેલ. જે વાહન અંગે તેઓની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય.જેથી આ વાહનો તેઓએ ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

આ માણસોની પુછપરછ કરતાં આ નીચે જણાવેલ રીક્ષાઓ પૈકી આજથી અઢી મહિના પહેલાં મોહસીન વ્હોરાના કહેવાથી સોહિલ ઉર્ફે લંબુએ ભાવનગર,કુંભારવાડા,માઢીયા રોડ ખાતરવાડીમાંથી મોડી રાતના રીક્ષા રજી.નંબર- GJ-01-TF 1656ની ચોરી કરીને મોહસીનને પેટલાદ મોકલાવી દીધેલ.ત્યાર પછી એકાદ મહિનો રહીને સોહિલ ઉર્ફે લંબુએ ભાવનગર,સુભાષનગર,ભગવાનેશ્વર મંદિર સામે આવેલ ખાંચામાંથી GJ-23-AU 4880 ની ચોરી કરીને મોહસીનને મોકલી આપેલ.ત્યાર પછી સોહિલ ઉર્ફે લંબુએ તેના પિતાના નામનું રહેલ એકસેસ સ્કુટર રજી.નંબર- GJ-04-EG 0996 લઇને દસ-બાર દિવસ પહેલાં સુરત જઇને વિંદાકુંવર સાથે એકસેસ સ્કુટર લઇને સુરત,સીંગણપોર વિસ્તારમાંથી મોડી રાતના સમયે બજાજ કંપની CNG રીક્ષા રજી.નંબર-2464 લખેલ રીક્ષા ચોરી કરીને ભાવનગર સોહિલ ઉર્ફે લંબુના ઘરે રાખી દીધેલ.ત્યાર પછી ફરીથી સોહિલ ઉર્ફે લંબુએ વિંદાકુંવર સાથે એકસેસ સ્કુટરમાં મોડી રાતના સુરત,સીંગણપોર વિસ્તારમાંથી જ બજાજ કંપનીની CNG રીક્ષા રજી.નંબર-GJ-05-CX 1568ની ચોરી કરેલ હોવાની અને બજાજ કંપનીની RE CNG રજી.નંબર-GJ-23-AU 4360વાળી મોહસીન વ્હોરા ભાવનગરથી અગાઉ ચોરી કરીને લઇ ગયેલ હોય.જે મોહસીન વ્હોરા કુલ-૦૩ રીક્ષા ભાવનગર ખાતે વેચવા માટે લાવી સોહિલ ઉર્ફે લંબુના ઘર પાસે રાખીને વેચવાની તૈયારી કરતાં હોવાની કબુલાત કરેલ.જે અંગે આગળની વધુ તપાસ થવા માટે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
રેઇડ દરમ્યાન પકડાયેલ માણસોઃ-
1. સોહિલ ઉર્ફે લંબુ સત્તારભાઇ બુખારી ઉ.વ.૨૦ ધંધો-ડ્રાયવીંગ રહે. કવાર્ટર નબર-૨૭,શેરી નંબર-૦૮,માઢીયા રોડ,કુંભારવાડા, ભાવનગર
2. મોહસીન ઇબ્રાહિમભાઇ વ્હોરા ઉ.વ.૩૮ ધંધો-વેપાર રહે.મિલ્લતનગર સોસાયટી, સાંઇનાથ રોડ,પેટલાદ, આણંદ
3. વિંદાકુંવર કરીનાકુંવર (કૌશિકભાઇ શાંતિભાઇ ઉનાગર) ઉ.વ.૨૧ રહે.૪૦૩,વાસુ એપાર્ટમેન્ટ, વિભાગ-૦૨,મગરનગર, કતારગામ,સુરત હાલ- શેરી નંબર-૫, માઢીયા રોડ, કુંભારવાડા,ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. લીલા પીળા કલરની બજાજ કંપનીની RE CNG આગળ-પાછળ રજી.નંબર-GJ-23-AU 4880 ચેસીઝ નંબર- MD2A24AY XKWG59579 વાળી રીક્ષા કિ.રૂ.૧,0૦,૦૦૦/-
2. લીલા પીળા કલરની બજાજ કંપનીની RE CNG આગળ-પાછળ રજી.નંબર-GJ-01-TF 1656 ચેસીઝ નંબર- MD2A27AYO KWF15976 વાળી રીક્ષા કિ.રૂ.૧,0૦,૦૦૦/-
3. લીલા પીળા કલરની બજાજ કંપનીની RE CNG પાછળ રજી.નંબર-GJ-05-CX 1568 ચેસીઝ નંબર-MD2B47AX 8RWL29387વાળી રીક્ષા કિ.રૂ.૨,૦૦,૦૦૦/-
4. લીલા પીળા કલરની બજાજ કંપનીની RE CNG રજી.નંબર વગરની ચેસીઝ નંબર-MD2B47AX2RWL36030 વાળી રીક્ષા કિ.રૂ.૨,૦૦,૦૦૦/-
5. લીલા પીળા કલરની બજાજ કંપનીની RE CNG આગળ રજી.નંબર-GJ-23-AU 4360 ચેસીઝ નંબર-MD2A24AY9KWE 50110 વાળી રીક્ષા કિ.રૂ.૧,૦૦,૦૦૦/-
6. નેવી બ્લ્યુ કલરની સુઝુકી કંપનીની એકસેસ સ્કુટર આગળ-પાછળ રજી.નંબર-GJ-04-EG 0996 એન્જીન નંબર-AF21744 2720 વાળું સ્કુટર કિ.રૂ.૭૫,૦૦૦/-મળી કુલ રૂ.૭,૭૫,૦૦૦/-નો મુદ્દામાલ

શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓઃ-
1. સુરત શહેર, ડભોલી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૩૨૪૦૧૯૮/૨૦૨૪ ઇ.પી.કો.કલમઃ ૩૭૯ મુજબ
2. સુરત શહેર, ચોક બજાર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૦૦૧૨૨૪૦૪૫૯/૨૦૨૪ ઇ.પી.કો.કલમઃ ૩૭૯ મુજબ
3. ભાવનગર શહેર, ઘોઘા રોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૬૨૪૦૪૨૩/૨૦૨૪ ઇ.પી.કો.કલમઃ ૩૭૯ મુજબ
4. ભાવનગર શહેર, બોરતળાવ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૪૦૪૩૫/૨૦૨૪ ઇ.પી.કો.કલમઃ ૩૭૯ મુજબ

ગુન્હાહિત ઇતિહાસઃ-
આ મોહસીન ઇબ્રાહિમભાઇ વ્હોરા રહે.પેટલાદ જી.આણંદવાળા વિરૂધ્ધ પેટલાદ પોલીસ સ્ટેશનમાં ખોટી નંબર પ્લેટ વાહનમાં લગાડવાનો ગુન્હો દાખલ થયેલ છે.

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સશ્રી પી.બી.જેબલીયા તથા સ્ટાફનાં મહેન્દ્દભાઇ ચૌહાણ,ઘનશ્યામભાઇ ગોહિલ,વિઠ્ઠલભાઇ બારૈયા,સાગરભાઇ જોગદીયા,સંજયભાઇ ચુડાસમા,અનિલભાઇ સોલંકી,જગદેવસિંહ ઝાલા,રાજેન્દ્દભાઇ બરબસીયા,જયદિપસિંહ રઘુભા,લગ્ધીરસિંહ ગોહિલ,એજાજખાન પઠાણ,પ્રજ્ઞેશભાઇ પંડયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બહારથી દર્શનના બહાને અંબાજી આવીને જુગાર રમવો ફેશન, અંબાજી પોલીસ ત્રાટકી, ભવાની ની હોટલમાં જુગાર રમાતો હતો

યાત્રીકોના નામે પોતાના ગામથી અન્ય ગામમાં દર્શનના બહાને રૂમ બુક કરાવીને રૂમમાં…

1 of 385

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *