ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારોના ભાવિ થયા ઇ.વી.એમ મશીનમાં કેદ
સૌથી વધુ વિરમગામ વિધાનસભા મતવિસ્તારમા 56 પોઇન્ટ 41% અને સૌથી ઓછું મતદાન ધંધુકા વિધાનસભા મતવિસ્તાર વિભાગમાં 50.60% નોંધાયું હતું
સુરેન્દ્રનગર જિલ્લામાં સવાર થી જ સાત વાગ્યાથી મતદાન મથકે ઉત્સાહ જોવા મળ્યો હતો ખાસ કરીને વાત કરીએ તો દિવ્યાંગોમાં પણ મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ધાંગધ્રા ના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા દ્વારા થાળી વગાડી મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું
તો બીજી બાજુ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ ભારતીય જનતા પાર્ટી લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા એ પણ મતદાન કર્યું હતું ત્યારે સમગ્ર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત તેમજ સુંદર કામગીરી કરવામાં આવી હતી
આ સાથે જિલ્લાના આંકડાકીય માહિતી ઉપર નજર નાખીએ તો નવું સુરેન્દ્રનગર 53.43 ટકા મતદાન નોંધાયું હતું જેમાં ચોટીલા પંથકમાં 51. 26% મતદાન નોંધાયું હતું જ્યારે દસાડા તાલુકામાં 51.97% મતદાન નોંધાયું હતું ધંધુકામાં 50.60 ટકા મતદાન નોંધાયું હતું
ધાંગધ્રા માં 55.48 ટકા મતદાન નોંધાયું હતું લીંબડી તાલુકામાં 53.19% મતદાન નોંધાયું હતું વઢવાણ તાલુકામાં 54.31% મતદાન નોંધાયું હતું વિરમગામમાં 56.41% મતદાન નોંધાયું હતું સરેરાશ જિલ્લાની વાત કરીએ તો સવારથી લઈ સાંજ સુધીમાં 53.43 ટકા મતદાન નોંધાયું હતું
જ્યારે ભાજપા ના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા અને કોંગ્રેસના ઉમેદવાર ઋતિકભાઈ મકવાણા બંને વચ્ચે કાટેની ટક્કર સર્જાઈ હતી જ્યારે ઈ.વી.એમ.મા બંને ઉમેદવારો ના ભાવિ કેદ થયા હતા ચૂંટણી પરિણામ બાદ જ સુરેન્દ્રનગર લોકસભા ના વિજેતા કોણ બનશે તે તો આવનારા પરિણામ દિવશે જ ખ્યાલ આવશે હાલ તો બંને ઉમેદવારોના ભાવિ ઈ.વી.એમમાં કેદ થયા છે
બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા