bhavnagarDevotional

પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં જૈન નો માનવ મહેરામણ ઉમટી પડ્યો

આજનો દિવસ એટલે જૈનોમાં વર્ષી તપના પારણા નો દિવસ ગણાય છે

સંજોગોનો સામનો કરીને આ તપ પુરું કરવાનું અને બને એટલો ધર્મ-ધ્યાન પણ કરતા જ રહેવાનું હવે જેટલો આ તપનો મહિમા છે. એટ્લો જ મહિમા એના પારણા નો છે. જૈનોના અતિપ્રાચીન અને મહત્વપૂર્ણ અખાત્રીજ નો દિવસ ગણાય છે,

આજના દિવસનુ જૈન ધર્મમાં અનોખું જ મહત્વ રહેલું છે આજ ના દિવસે જે પણ જૈનોએ એક વર્ષ ના ઉપવાસ કર્યાહોય તેને ‘વર્ષીતપ” કેહવાય છે અને તસ્યર્થી નાં ઈક્ષુરસ એટલે (શેરડીના રસ) થી તેમના પારણા કરવામાં આવે છે. આખું વર્ષ બધી ૠતુઓ, અનુકુળ કે પ્રતિકુળ ગણાતા તીર્થધામ‘પાલીતાણા’માં વર્ષી તપના પારણા કરવા એ એક જીવનનો સૌથી મોટો લાહવો છે, બધા જ તપસ્વીઓની એક મહેરછા રહેતી જ હોય કે એમના વર્ષીતપના પારણા પાલીતાણામાં જ થાય

હજારો વર્ષ પૂર્વે જૈનોના પ્રથમ રાજા,પ્રથમ ત્યાગી અને પ્રથમ તીર્થંકર એવા શ્રી ઋષભદેવ ભગવાને સંસાર છોડી અને સયમ ગ્રહણ કર્યો અને તેમના સયમ ગ્રહણના ૪૦૦ દિવસ સુધી નિર્જલા ઉપવાસ કરનાર ઋષભદેવને વૈશાખસુદ-૩ ના દિવસે શ્રેયાંસકુમારે ઇક્ષુ રસથી પારણું કરાવે છે.

આમ તીર્થંકર ભગવાનના પારણાનો દિવસ અખાત્રીજ હોય આ દિવસનું મહત્વ ખુબજ રહેલું છે. ધર્મ આદિ કરનાર અને કર્મનો અંત કરનારને પણ સહન કર્યા પછી જ સામગ્રી મળે છે. આજનો દિવસ શુભભાવો ને આદિ કરતો અને અશુભભાવોનો અંત કરતો હોય ત્યારે પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં હજારોની સંખ્યામાં આરાધકો આ દિવસે પારણું કરશે

પવિત્ર તીર્થ પાલીતાણામાં વર્ષીતપના પારણામાં ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતો. પંન્યાસપ્રવર મહારાજ સાહેબ, મુની ભગંવતો અને સાધ્વીજી ભગવંતો સહીત ભગવંતોની ઉપસ્થિતી આ વર્ષે 2000,થી વધુ વર્ષીતપના પારણા નો ભવ્ય પ્રવેશ ખુબજ આનંદ, ઉમંગ અને આસ્થાપૂર્વક થયો પ્રથમ જય જ્ય શ્રી આદિનાથ જયઘોષ અને તપસ્વીઓ અમર રહો ના જય ઘોષ સાથે શેત્રુંજય ગિરિવરની યાત્રા કરી હતી. શેરડી ના રસ ની પક્ષાલ કરી દાદા આદિનાથ ને પ્રણામ કર્યા બાદ ચેત્યવંદન અને આદિ વિધિ સાથે થતા પૂર્ણ કરી. તલેટી ખાતેના “પારણા ઘર’’ માં વર્ષીતપ આરાધકોને તેમના સગા સબંધીઓ દ્વારા ઇક્ષુરસ( શેરડીના રસ)થી પારણા કરાવ્યા હતા.

ત્યારે જેમાં સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોએ વર્ષીતપ ના પારણા કર્યા, આ મહાન કઠીન વર્ષીત કરનાર આરાધકો માં આઠ વર્ષના બાળક થી લઇ ને સિતેર વર્ષ સુધીના આરાધકો જોવા મળ્યા હતા, આટઆટલું કઠીન તાપ કરવા છતાં પણ તપસ્વીઓના શરીર કે ચહેરા પર તેની અસર સુદ્ધા પણ જોવા મળતી ના હતી તે આ તપ નું ફળ છે. દરેકના ચહેરા પર બસ એક ભક્તિનો ભાવ જોવા મળ્યો હતો, એક રીતે ભક્તિસાગર હિંડોળે ચડ્યો હોય તેવું સમગ્ર તળેટી વિસ્તારમાં વાતાવરણ જોવા મળ્યું હતું

જો કે આ પારણા મા હજારની સંખ્યામાં શ્રાવક અને શ્રાવીકા આ દિવસે દાદા આદીનાથ ને ભેટવા અને વર્ષીતપના પારણા કરાવવા આવી પહોચ્યા હોય ત્યારે પાલીતાણા પેઢી દ્વારા તપસ્વીઓ અને તેમને પારણા કરાવવા આવેલ શ્રધ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે તે પ્રકારનું પેઢી દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

આ ઉપરાંત તંત્ર દ્વારા પણ પાલીતાણા માં આવતા શ્રદ્ધાળુઓ ને કોઈ મુશ્કેલીના પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી તેમજ પોલીસ તંત્ર દ્વારા પણ આ દિવસો માં તળેટી વિસ્તારમાં ખાસ બદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને યાત્રાળુઓના વાહન પાર્કિંગ માટેની પણ સારી એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી

રિપોર્ટ વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાલીતાણા પીએનઆર શાહ મહિલા કોલેજની વિદ્યાર્થીની બેહાનો રનર્સ અપ બની પાલીતાણા તેમજ પાલીતાણા કોલેજનું નામ રોશન કર્યું

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આંતર કોલેજ કબડી બહેનોની સ્પર્ધા…

1 of 57

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *