Devotional

અંબાજી ખાતે ની ૧૬૫ હોટેલ – ધર્મશાળાઓ નું ફાયર સેફ્ટી ,noc નું ચેકીંગ હાથ ધરાયુ…..

રાજકોટ ગેમિંગ ઝોન આગ ઘટના બાદ તંત્ર નિંદ્રામાંથી જાગ્યું….

અંબાજી ની ૧૬૫ હોટેલો માંથી ફક્ત ૨ હોટેલ માં ફાયર એન. ઓ.સી જોવા મળી….

અંબાજી મંદિર ના વિશ્રામ ગૃહ ખાતે પણ ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળ્યો….

ગુજરાત ના રાજકોટ ખાતે ગેમિંગ ઝોન માં બનેલ ગોઝારી આગ ની  ઘટના માં ૩૦ જેટલા લોકો જીવતા ભડથું થયા બાદ સરકાર નું વહીવટી તંત્ર ઊંઘ માંથી સફાળુ જાગતા રાજ્ય ના તમામ નાના – મોટા શહેરો માં આવેલ ગેમિંગ ઝોન, અને ધાર્મિક સ્થળો એ આવેલ હોટેલ – ધર્મશાળાઓ માં ફાયર સેફ્ટી, એન. ઓ .સી,લિફ્ટ મંજૂરી સહિત ની બાબતો નું નિરીક્ષણ કરતું સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું હતું.

જેમાં અંબાજી ખાતે આવેલ ૧૬૫ જેટલી હોટેલ – ધર્મશાળા માં ચેકીંગ કરાતા ફક્ત ૨ હોટેલો માંજ ફાયર સેફ્ટી એન. ઓ.સી.જોવા મળી હતી.ત્યારે બાકી ની ૧૬૩ હોટેલ અને ધર્મશાળાઓ માં ફાયર સેફ્ટી એન. ઓ.સી નો અભાવ છે ત્યારે શું તંત્ર તરફ થી આવા  એકમો પર કોઈ કાર્યવાહી કરાશે કે કેમ ? કે પછી ફક્ત નામ ની નોટિસ આપી સંતોષ મનાશે તે જોવું રહ્યું…..

અંબાજી મંદિર સંચાલિત વિશ્રામ ગૃહ માં પણ ફાયર સેફ્ટી એન. ઓ.સી.નો અભાવ જોવા મળ્યો….

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબિકા વિશ્રામગૃહ માં પણ ચેકીંગ દરમિયાન ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળ્યો હતો .જ્યારે ટ્રસ્ટ સંચાલીત યાત્રિક વિશ્રામ ગૃહ ખાતે યાત્રિકો ની સુરક્ષા ને લઈ આવી બેદરકારી રખાતી હોય ત્યારે પ્રાઇવેટ હોટેલ અને ધર્મશાળાઓ વિશે શું કહી શકાય???

અંબાજી વિકાસ સત્તા મંડળ દ્વારા અપાયેલ બિલ્ડિંગ/ હોટેલ ની મંજૂરી વખત થી બી.યુ.પરમિશન  હજુ સુધી ધણી હોટલ ને ગેસ્ટ હાઉસ  નથી…

અંબાજી વિકાસ સત્તા મંડળ દ્વારા કોઈ પણ બિલ્ડિંગ અથવા હોટેલ કે ધર્મશાળા ના બાંધકામ માટે ની મંજુરી આપતી વખતે બી.યુ પરમિશન તેમજ ફાયર સેફ્ટી ના મુદ્દા ને પ્રાથમિકતા તો અપાય છે.પરંતુ બિલ્ડિંગ બન્યા બાદ તે બાબત અંગે બિલ્ડિંગ ના માલિક દ્વારા મેળવેલ પરવાનગી ની તકેદારી રખાઈ છે કે કેમ તે કોઈ જોવા જતુ નથી તેથીજ અંબાજી ની મોટા ભાગ ની હોટેલ ,ધર્મશાળા ,કે બિલ્ડિંગો માં બી યુ પરમિશન અને ફાયર સેફ્ટી એન. ઓ .સી. ફક્ત પેપર પર જોવા મળી રહી છે .

અંબાજી ની અમુક હોટેલ ની જમીન કોમર્શિયલ કર્યા વગર રેસીડેન્સીયલ જમીન પર ઊભી કરી દેવાઈ….

અંબાજી એ ધાર્મિક સ્થળ હોઈ દિવસ – રાત અહીં યાત્રિકો નો ઘસારો બારે માસ રહેતો હોય છે.ત્યારે યાત્રિકો ને રોકાવા માટે અહી અનેક હોટેલો અને ધર્મશાળા નિર્માણ થયેલ છે ત્યારે વેપાર અર્થે ઊભી કરાયેલ બિલ્ડિંગ માટે જમીન વાણિજ્યિક હેતુ માટે સરકારી ખાતે થી ફેરફાર કરવાનાં રહે છે.જેમાં અંબાજી મંદિર ની નજીક ના વિસ્તારો રહેણાંક વિસ્તાર છે જેમાં પણ અમુક લોકો દ્વારા રહેણાક વિસ્તાર માંજ હોટેલ ઊભી કરી દેવાઈ છે જે અયોગ્ય છે.ત્યારે તેવા વ્યવસાયિક એકમો પર પણ શું અંબાજી સત્તા મંડળ દ્વારા કોઈ કાર્યવાહી કરાશે કે પછી મળતીયાઓ દ્વારા સાંઠ ગાંઠ કરી અંદર ખાને ભીનું સંકેલી લેવાશે ?????

રિપોર્ટર
અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *