ત્યારે આજે સાધુ-સંતો અને રાજકીય આગેવાનોની ઉપિસ્થતિ ધ્વજારોહણ અને રથયાત્રા કાર્યાલય ઉદઘાટન સાથે રથયાત્રાની તૈયારીઆને વેગ અપાયો હતો
ભાવનગરમાં અષાઢી બીજના દિવસે સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત અને જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ આયોજીત ભગવાન જગન્નાથજીની ગુજરાતમાં અમદાવાદ બાદ ની બીજા ક્રમની 39મી રથયાત્રા આગામી 7મી જુલાઈના ભાવેણાના માર્ગો પર નીકળશે.
આ પૂર્વે આજે રથયાત્રા કાર્યાલયનું ઉદઘાટન અને ધ્વજારોહણ કાર્યક્રમ સાધુ સંતો અને મહાનુભાવો ની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. ભાવનગરના પરિમલ ચોક વિસ્તારમાં જગન્નાથજી રથયાત્રા કાર્યાલય ને સાધુ સંતો ના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું તેમજ સંતોના હસ્તે ધજારોહણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત પુજય સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા, રથયાત્રાને અનુલક્ષીને સ્વયં સેવકો તૈયારીમાં લાગી ગયા છે. આગામી દિવસોમાં ભાવેણાના માર્ગો પર આકર્ષક હોર્ડિંગ્સ અને ધજા-પતાકાઓ લગાવવામાં આવશે. રથયાત્રાના કાર્યાલયના ઉદઘાટન બાદ આ કામગીરીને વેગ મળશે.
રિપોર્ટ વિજય જાદવ પાલીતાણા